HALOLPANCHMAHAL

હાલોલ એમ.એન્ડ.વી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઈ.

તા.૧૭.ફેબ્રુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલ શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ સંચાલિત એમ.એન્ડ. વી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ૨૦૨૩ નાં વાર્ષિક ઉત્સવની ઉજવણી આણંદ ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી હતી.જેમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા.અને વર્ષ દરમ્યાન કોલેજ ખાતે રજૂ કરાયેલી સ્પર્ધાઓમાં વિજેતાઓને પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.જ્યારે આ પ્રસંગે ગોધરાના શેઠ પીટી આર્ટસ એન્ડ કોલેજ નાં આચાર્ય ડૉ.એમ.બી.પટેલ,શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી નાં શારીરિક શિક્ષણ નિયામક અશ્વિનભાઈ પટેલ તેમજ શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ નાં માનદ મંત્રી સમીરભાઈ શાહ અને એમ.એન્ડ.વી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના આચાર્ય ડૉ. યશવંત શર્મા સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે જુદી જુદી થીમ ઉપર કાર્યક્રમો રજૂ કર્યા હતા.યોજાયેલ વાર્ષિક ઉત્સવની ઉજવણી રંગે ચંગે કોલેજ પરિષદ માં કરવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button