
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લાની નામાંકિત ડાંગ સ્વરાજ આશ્રમની અંદર બાળકોનું યૌન શોષણ થતુ હોવાની ફરિયાદ એક જાગૃત નાગરિક દ્વારા ડાંગ પોલીસ અધિક્ષકને કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે…..પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે ધબકતી ડાંગ સ્વરાજ આશ્રમ શાળાનાં બાળકોનું એક ઈસમ દ્વારા યૌન શોષણ કરાઈ રહ્યાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે.એક જાગૃત નાગરિક દ્વારા ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષકને અરજ ગુજારી જણાવ્યુ છે કે આહવા ખાતે ડાંગ સ્વરાજ આશ્રમ ચાલે છે. જેના ટ્રસ્ટી વનરાજભાઈ નાયક છે.અને તેનો દીકરો અમિત નાયક પણ ડાંગ સ્વરાજ આશ્રમમાં ગેરકાયદેસર રીતે રહે છે.આ ડાંગ આશ્રમમાં નાના બાળકો ભણે છે. અને ત્યાં જ રહે છે.અને ત્યાં જેટલા પણ શિક્ષકો છે જે વ્યવસ્થિત રીતે ભણાવે છે.પરંતુ અમિત નાયક નામનો ઈસમ અહી શિક્ષક તરીકે નોકરી કરતો નથી.અને તેઓની પત્ની પણ છોડી ગયેલ છે.જે ઈસમ હાલમાં બેરોજગાર હોય જેથી ડાંગ સ્વરાજ આશ્રમનાં વર્ગમાં જઈને બાળકોનાં શરીર સાથે ગંદા અડપલા કરે છે.પોતે બાળકોને ભણાવે છે તેમ કહી બાળકોને શારીરિક રીતે છેડછાડ કરે છે.વધુમાં બાળકો હોસ્ટેલમાં પથારીમાં સુઈ જાય છે ત્યારે પણ ગંદી હરકતો કરે છે.જે નાના બાળકોને ગમતું નથી.પરંતુ આશ્રમમાં તેની દાદાગીરીનાં કારણે બાળકો તેની બીક રાખી ફરિયાદ કરી શકતા નથી.આ અમિત નાયકની શિક્ષક તરીકેની કાયદેસરની નિમણૂક થયેલ નથી.તો બાળકોને શુ કામ ભણાવે છે તે પ્રશ્ન ઉભો થયો છે.આ ઇસમને નોકરીમાંથી બરખાસ્ત કરેલ છે.અને કમાણીનું કોઈ સાધન તેની પાસે ઉપલબ્ધ નથી.જેથી સમાજ માટે ઘાતક બન્યો છે.આ ઈસમનાં પગલે આશ્રમ શાળાનાં બાળકો યૌન શોષણનો શિકાર તો બની જ રહ્યા છે.અને જો કોઈ મોટી ઘટના બનશે તો સમાજની આપની જવાબદારી રહેશે.જેથી તાત્કાલિક ધોરણે યૌન શોષણનો શિકાર બની રહેલા બાળકોની તકેદારી રાખી આ હીન પગલુ અટકાવી આ ઈસમને ડાંગ સ્વરાજ આશ્રમમાંથી બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરાઈ છે.ત્યારે ડાંગ જિલ્લાની નામાંકિત ડાંગ સ્વરાજ આશ્રમમાં બની રહેલ યૌન શોષણનો મુદ્દો હાલમાં પોલીસ માટે તપાસનો વિષય બનવા પામ્યો છે. આ બાબતે ડાંગ જિલ્લાનાં નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યુ હતુ થોડા દિવસ પૂર્વે એક જાગૃત નાગરિક દ્વારા ડાંગ સ્વરાજ આશ્રમનાં અમિત નાયક વિરુદ્ધમાં બાળકોનું યૌન શોષણ મુદ્દે જિલ્લા પોલીસ અધિક્ષકને અરજી મળી છે.જે અરજીનાં અન્વયે ડાંગ પોલીસની ટીમોએ ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે જઈ બાળકોનાં નિવેદનો સહિત તપાસની કામગીરી હાથ ધરી છે.આ કેસમાં તપાસ પૂર્ણ થયેથી સત્યતા બહાર આવશે.વધુમાં આ વિષય બાબતે ડાંગ સ્વરાજ આશ્રમનાં આચાર્યા જાગૃતિબેન સાંવતે જણાવ્યુ હતુ કે આ અરજીનાં સંદર્ભે ડાંગ જિલ્લાનાં મહિલા પોલીસ સ્ટેશનનાં મહિલા પી.એસ.આઈ શાળામાં તપાસનાં અર્થે આવ્યા હતા.અને બાળકોનાં નિવેદનો લીધા છે…