HALOLPANCHMAHAL

હાલોલ:સાનેન સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઈ.

તા.૧૪.ફેબ્રુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલ સાનેન સ્કૂલ ખાતે સ્કૂલની પ્રથમ વાર્ષિક ઉત્સવની ઉજવણી જિંદગી કે રંગ પરિંદો કે સંગ ની થીમ પર આણંદ ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી હતી.જેમાં સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. જ્યારે આ પ્રસંગે સ્કૂલના ડાયરેક્ટર સુનિલ દલવાડી,આચાર્ય અંકિત વ્યાસ,સ્કૂલના એમડી શિલ્પા દલવાડી,હાલોલ નગરપાલિકા પ્રમુખ શીતલભાઈ પટેલ, પોલીકેબ કંપનીના આશિષ વરીયા સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે જુદી જુદી થીમ ઉપર કાર્યક્રમો રજૂ કરાતા ઉપસ્થિત સૌ વાલી મિત્રો પણ આશ્રય ચકિત થઈ પોતાનું બાળક આવો પણ રોલ કરી શકે છે તેમ જાણી ખુશ થઈ ગયા હતા.યોજાયેલ વાર્ષિક ઉત્સવની ઉજવણી રંગે ચંગે સ્કુલ પરિષદ માં કરવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button