કાલોલ તાલુકા ના અડાદરા ગામે કરંટ લાગેલા મોરનું રેસ્ક્યુ કરી સારવાર કરવામાં આવી

તારીખ ૧૩ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના અડાદરા ગામેથી કરંટ લાગેલા મોરનું વનવિભાગ અને ફ્રેંડ્સ ઓફ એનિમલ્સની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી સારવાર કરવામાં આવી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના RFO એમ.એમ.પરમાર અને ફ્રેંડ્સ ઓફ એનિમલ્સના પ્રમુખ પ્રહલાદસિંહ પરમારને માહીતી મળી કે અડાદરા ગામે એક મોરને પગમાં કરંટ લાગેલ છે અને તે ચાલી શકે તેમ નથી.પ્રહલાદસિંહે તેમની ટીમના બે સભ્યો રાજુભાઈ અને મિતેશભાઈને સત્વરે મોકલી આપ્યા હતા ત્યારે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી હોય અને તેનો શેડ્યૂલ એક માં વિશિષ્ટ સ્થાન મળતું હોય તેની વિશેષ કાળજી લઇ વન વિભાગમાંથી ફોરેસ્ટર અશોકભાઈ પરમારને સાથે રાખી તેની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.તેનું રેસ્ક્યુ કરી પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર અર્થે કાલોલ તાલુકાના વેજલપુર વનવિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો.










