BANASKANTHAPALANPUR

પાલનપુરમાં સોની સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો

11 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી ધાન્યધાર ગઢવાડા વિસા શ્રીમાળી સોની સમાજનો સમૂહ લગ્નોત્સવ પાલનપુર ખાતે યોજાયો હતો, સમાજના આગેવાનોએ નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા.શ્રી ધાન્યધાર ગઢવાડા વિસા શ્રીમાળી સોની સમાજ અને યુથ ક્લબ દ્રારા પાલનપુરમાં સોની સમાજની વાડી ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં ત્રણ નવયુગલો એ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર ,પાલનપુર નગરપાલિકાના ઉપપ્રમુખ હસમુખભાઈ પઢીયાર ,પાલનપુર શહેર ભાજપ મહામંત્રી પ્રશાંતભાઈ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા અને નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા. આ સમૂહ લગ્નમાં સમાજના પ્રમુખ વસંતભાઈ સોની ઉપપ્રમુખ ભરતભાઈ સોની, મંત્રી ગીરીશભાઈ સોની, સહમંત્રી મુકેશભાઈ સોની માધવલાલ સોની કિરણભાઈ સોની ખજાનચી કનુભાઈ સોની ઓડિટર નટવરલાલ સોની યુથ ક્લબના પ્રમુખ નિરવભાઈ સોની મંત્રી જતીનભાઈ સોની તેમજ યુથ ક્લબના અશ્વિનભાઈ સોની મયુરભાઈ સોની, પવનભાઈ સોની ,પલકભાઈ સોની સહિતના સભ્યોએ ભારે જાહેમત ઉઠાવી સમુહ લગ્નને સફળ બનાવ્યો હતો

[wptube id="1252022"]
Back to top button