AHAVADANG

ડાંગ:બરડીપાડા આહવા નેશનલ હાઇવે અને મહાલથી સુબિરને જોડતા માર્ગોનું નવીનીકરણ અંગે આવેદનપત્ર…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ડાંગ જિલ્લાનાં બરડીપાડાથી આહવા નેશનલ હાઇવેનું તથા મહાલથી સુબીરને જોડતા માર્ગોનું નવીનીકરણ કરવા બાબતે સામાજીક કાર્યકર્તાનું ડાંગ કલેકટરને આવેદનપત્ર…..પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવાથી બરડીપાડાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં ત્રણ સ્થળોમાં ધુલદા બસસ્ટેશન પાસે,પૂર્ણા નદી મહાલ પુલ,તથા સાવરદા કસાડ નદી પાસે ચોમાસાની ઋતુમાં વ્યાપક ધોવાણ થયુ છે.ઉપરોક્ત સ્થળોએ ક્યારેય પણ મોટી જાન હાનિ સર્જાઈ શકે છે.જ્યારે મહાલથી સુબિરને જોડતા માર્ગમાં હાલમાં ધૂળની ડમરી ઉડતા આ માર્ગ ધુળ્યો બની ગયો છે.તેમ છતાંય માર્ગ મકાન વિભાગ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યુ છે.જેમાં ધૂલદા ફાટક પાસેનું ધોવાણ પણ જીવલેણ સાબિત થઈ શકે છે.અહી 4 ફૂટ જેટલો ઊંડો ભુવો પડતા વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થવા પામ્યો છે.વધુમાં સુબીર તાલુકા મથક હોય જેથી મહાલ થઈને સાંકળતા ગામડાઓનાં ગ્રામજનોને આ માર્ગે જ જવુ પડે છે.સાથે મહાલ પ્રવાસન કેમ્પ સાઇટ હોય તેમજ સુબીર ધાર્મિક સ્થળ હોવાથી આ માર્ગેથી રોજ બરોજનાં હજારોની સંખ્યામાં લોકો આવન જાવન કરે છે.જેથી આ બન્ને માર્ગોનું તાત્કાલીક ધોરણે નવીનીકરણ થાય તે માટે સામાજીક કાર્યકર્તા ગિરીશ ગીરજંલીએ આજરોજ કલેકટરને સંબોધીને અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી…

[wptube id="1252022"]
Back to top button