
તુર્કી અને જાપાનની જમીનો જ ભૂકંપનાં કારણે ખસી નથી. ભારત એટલે કે ”ઈન્ડિયન-ટેકટોનિક-પ્લેટ” પણ ઘણીવાર ખસી છે. તેથી નદીઓના પ્રવાહ પણ બદલાઈ ગયા છે. સાથે અનેક ઈમારતો પણ ધ્વસ્ત થઈ ગઈ હતી. કરોડો વર્ષોથી ઈન્ડીયન ટેકટોનિક પ્લેટ સતત તિબેટ તરફ ખસી રહી છે. પરિણામે હિમાલય દર વર્ષે ૧૫ થી ૨૦ મીલીમીટર ઊંચો જતો જાય છે.
એ વિચારવાની વાત તે છે કે ભૂમિનો આટલો મોટો ટુકડો બીજા ટુકડા (તિબેટીયન પ્લેટ) તરફ ધકેલાતો જાય તો નીચે ઊર્જા જમા થતી જાય છે. આ ઊર્જા હિમાલયની નીચે સ્ટોર થાય છે. IT તુર્કીના અર્થ સાયન્ટીસ્ટએ વિભાગના વિજ્ઞાની, પ્રો.કમલે પત્રકારોને જણાવ્યું હતું કે ”જો હું તમોને સતત ધક્કા માર્યા કરૂ પરંતુ તમારી પાછળ દિવાલ હોય કે જ્યાંથી તમો પાછા જઈ શકો તેમ નથી. તો મારી શક્તિ તમારા શરીરમાં જમા થતી જાય છે. આપને દર્દ થાય, આમ રીએક્ટ કરો તે રીએકશનમાં ઊર્જા બહાર આવે. બસ તેવી જ પરિસ્થિતિ ધરતીકંપ સમયે થાય છે. જે એશિયાઈ દેશોની નીચે રહેલી ટેક્ટોનિક પ્લેટમાં બને છે.”
જૂન ૧૬, ૧૮૧૯માં કચ્છના રણમાં ૭.૭ થી ૮.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારે ભૂકંપ આવવાથી ટેકનોલોજી ન હતી પરંતુ એક અનુમાન લગાડાયું છે. તે સમયે ૧૫૪૩ના મૃત્યુ થયા હતા. ભયંકર સુનામી પણ આવી હતી. તે સમયે તેની અસર છેક ચેન્નાઈ અને કોલકત્તા સુધી થઈ હતી. બલુચીસ્તાનમાં પણ તેવી અસર થઈ હતી. આ ભૂકંપ બે થી ત્રણ મીનીટ ચાલ્યો હતો. ત્યારે ૬ મીટર ઊંચો અને ૧૫૦ કિ.મી. લાંબો બંદ-એ-અલ્લાહ રચાયો. જેથી સિંધુનો એક ફાંટો જે કચ્છ તરફ આવતો હતો તે શેકાઈ ગયો.
-૧૮૯૭માં શિલોંગમાં આવેલા પ્રચંડ ભૂકંપની તીવ્રતા ૮.૨ થી ૮.૩ ની રહી તેની અસર છેક પેશાવર અને પાસેના વર્માલા સુધી થઈ હતી. તેથી બ્રહ્મપુત્રાનું પાણી એટલું ઉછળ્યું કે તેથી ગોલપાશ વિસ્તાર જળમગ્ન બની ગયો.
-૨૬ ડિસે. ૨૦૦૪માં આંદામાન દ્વિપ સમુહમાં આવેલા ભૂકંપથી સુનામી તો ઉઠ્યા જ હતા, પરંતુ સાથે એક નાનો ટાપુ તેફુલ ૫૫૦ ટાપુમાંથી ‘ગુમ’ થઈ ગયો. સમુહમાં ગરકાવ થઈ ગયો. તેમ તે સમયના ભારતના ચીફ સર્વેયર પૃથ્વીશ નાગે વૉશિંગ્ટન પોસ્ટને જણાવ્યું હતું.
-૮ ઓકટો-૨૦૦૫માં કાશ્મીરમાં આવેલા ભૂકંપને લીધે હિમાલય વિસ્તારમાં એક નવી ખીણ બની ગઈ હતી. ત્યારે ૭૫૦૦૦થી વધુના મૃત્યુ થયા હતા. ૧થી વધુ ઘાયલ થયા હતા. ૩૦ લાખથી વધુ મકાનો પડી ગયા હતા.
-એપ્રિલ્ ૨૦૧૫માં નેપાળમાં ૭.૮ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે ૩૦ સેકન્ડ જ ચાલ્યો હતો પરંતુ કઠમંડુ પાસેના ૧૨૦ કિ.મી. લાંબો અને ૫૦ કિ.મી. પહોળો વિસ્તાર દક્ષિણ તરફ ખસ્યો હતો.
-આમ ભારતીય ઉપખંડમાં પણ ધરતીકંપોને લીધે ભૂમિ ખસી છે. તેમાં તિબેટ તરફ ઈન્ડિયન પ્લેટનું દબાણ વધતા હિમાલય ઉંચો જઈ રહ્યો છે. તેમ કોલોરાડો યુનિવર્સિટીના જીયોલોજિસ્ટ રોબર્ટ વિલ્ટેબ જણાવે છે. તે દર વર્ષે ૧૫ થી ૨૦ મીલી ઉંચો જઈ રહ્યો છે.










