ENTERTAINMENT

ડ્રામા ક્વિન રાખી સાવંતના પતિની ધરપકડ

હંમેશા ચર્ચામાં રહેનારી અભિનેત્રી રાખી સાવંત ફરી એકવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવી છે. રાખીએ થોડા સમય પહેલાં જ આદિલ દુરાની સાથે લગ્ન કર્યા હતા. રાખી સાવંત અને આદિલ દુરાનીએ ગયા મહિને કોર્ટ મેરેજ કર્યા હતા. તેમજ પોતાનું નામ બદલિને ફાતિમા કર્યું હતુ.હવે રાખીએ તેના બીજા પતિ આદિલ દુરાની વિરુદ્ધ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રાખીએ આરોપ લગાવ્યો છે કે, તે પોતાના પૈસા અને દાગીના લઈને ઘરમાંથી ભાગી ગયો છે. મળતી માહિતી પ્રમાણે પોલીસે આદિલ સામે આઈપીસીની કલમ 406-420 હેઠળ એફઆઈઆર નોંધી છે અને આ પછી રાખી સાવંતના પતિ આદિલ ખાન દુરાનીની ઓશિવારા પોલીસે પૂછપરછ માટે ધરપકડ કરી છે.

અગાઉ રાખીએ આદિલ વિશે મિડિયાને જણાવ્યું હતું કે, રાખીએ આરોપ લગાવ્યો કે, આદિલ તેની સાથે હેરાન પણ કરી રહ્યો છે. તેણે મારો ઉપયોગ બોલિવૂડમાં પોતાનું નામ બનાવવા માટે કર્યો છે. આદિલે મારી પાસેથી મારા જ ઘરની ચાવી અને મારા પૈસા લઈ લીધા છે અને એ પરત આપવાનો ઇનકાર કરી રહ્યો છે.

રાખીએ દાવો કર્યો હતો કે, આદિલે તેને કહ્યું હતું કે તે રાખીથી અલગ થઈ ગયો છે અને તે તેની ગર્લફ્રેન્ડ તનુ સાથે રહે છે. કર્ણાટકનો રહેવાસી આદિલ ખાન દુર્રાની 27 વર્ષનો છે અને કારનો બિઝનેસ કરે છે.

[wptube id="1252022"]
Back to top button