
તા.૬.ફેબ્રુઆરી
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
આજરોજ હાલોલ તાલુકાના જેપુરા શાળાના મુખ્ય શિક્ષક અતુલકુમાર પંચાલ ના પુત્ર જય પંચાલે મોરના ઈંડા ચીતરવા ના પડે .પંક્તિ ને સાર્થક કરતા પોતાના 23 વર્ષ પૂર્ણ થતાં તેને નકકી કર્યું કે મારે મારા જન્મદિવસ પર 23 વૃક્ષો વાવી ને ઉજવવો છે.ત્યારે તેને કેક કાપવાની કે મિત્રોને પાર્ટી આપવાના બદલે જેપુરા શાળામાં 23 વૃક્ષો વાવી આજના યુવાનો ને એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જેપુરા શાળા પરિવારે જય પંચાલને જન્મદિવસ ની શુભેચ્છાઓ સાથે શાળામાં વૃક્ષો વાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

[wptube id="1252022"]









