TAPIVYARA

સરકારી યોજનાના નામે ખેડૂતો સાથે 4 લાખથી વધુની છેતરપિંડી

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ખેડૂતોને સરકારી યોજના અંતર્ગત ખેતરમાં બોર બનાવી આપવાની લાલચ આપી રૂપિયા 4 લાખથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે. પોલીસે 3 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.
વ્યારાના ઇન્દુ ગામના આશરે 20 થી વધુ ખેડૂતો ભોગ બન્યા છે.ખેડૂતોએ બોર કરવાની યોજના અંતર્ગત 11 હજારથી 14 હજાર રૂપિયા ભર્યો હતા..પરંતુ આજદીન સુધી બોર કરી આપવામાં આવ્યો નથી.પોલીસે સ્ટેવી ગ્રુપ કંપની અને અપ્રોધ્રો એગ્રો ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ચલાવતા સુનિલ ગામીત, તેજલબેન, ગામીત અને બકુલ ગામીત વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button