મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બાદ ત્રણ મહીના હવામાં ઓગળી જનાર જયસુખ પટેલની જેલની હવા તેમના ચાહકોને રાજ ન આવી નિર્દોષ સાબિત કરવા સોશિયલ મીડિયામાં ઉંધા માથે

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બાદ ત્રણ મહીના હવામાં ઓગળી જનાર જયસુખ પટેલની જેલની હવા તેમના ચાહકોને રાજ ન આવી નિર્દોષ સાબિત કરવા સોશિયલ મીડિયામાં ઉંધા માથે
જયસુખ પટેલને નિર્દોષ સાબિત કરવા સોશિયલ મીડિયામાં ધમપછાડા કરતા આરોપીના ચાહકો
ભાગેડુ જયસુખ પટેલ ત્રણ મહીના બાદ કોર્ટમાં પ્રગટ થયોને જેલના સળીયા પાછળ ધકેલી દેવાતા તેમના જાગૃત ચાહકો જાગ્યા અને નિર્દોષ સાબિત કરવા આવ્યા મેદાને !!
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી તરીકે જયસુખ પટેલનુ નામ ચાર્જસીટમાં આવતાની સાથે જ તેમના ચાહકોના પેટમાં તેલ રેડાયુ હોય તેમ જયસુખ પટેલની જેલની હવા અમુક લોકોને રાજ ન આવતી હોય તેમ સોશિયલ મીડિયામાં નિર્દોષ સાબિત કરવા કામે લાગ્યા છે ત્યારે ૧૩૫ લોકોની જિંદગી ઝુલતા પુલ નીચે ગંદા પાણીમાં જીવતર મરણ વચ્ચે ઝોલા ખાય રહી હતી તેવા સમયે પાણીમાં તડપતા જોઈને ભાગી જનાર જયસુખ પટેલ અને તેઓને તરફેણ કરનાર ક્યા ગયા હતા ત્રણ ત્રણ મહીના સુધી ફરાર રહીને જલસા કરનાર જયસુખ પટેલને સર્પોટ કરતા લોકોએ કેમ ન પુછ્યુ કે કેમ ગાયબ થઈ ગયા હતા જો જયસુખ પટેલ નિર્દોષ હોય તો ઝુલતા પુલ તુટ્યા બાદ કેમ ફરાર થઈ ગયા હતા શું એમની જવાબદારી નહોતી આવતી કે બચાવવા સહિતની કામગીરીમાં જોડાઈ મૃતકોના પરીજનો સાથે ખંભેખંભો મિલાવી ઉભા રહીને સાંત્વના પાઠવવાની આજદીન સુધી વળતરની વાત ન કરનાર અને માત્ર પોતાને બચાવવા નાસતા ફરતા રહ્યા તે નિર્દોષ સાબિત કરવા મેદાને ઉતરેલી ટીમે તેમના ચાહકોએ સવાલ જવાબ કરવાની ખાસ જરૂર છે.
૧૩૫ લોકોની જિંદગી હોમી ત્રણ મહીના હવામાં ઓગળી ગયેલા જયસુખ પટેલ જેલની હવા ખાતા તેમના ચાહકોની ઉંઘ હરામ થઈ ગઈ હોય તેમ એક આરોપીને સમર્થન કરતા પોસ્ટરો વાયરલ કરીને નિર્દોષ સાબિત કરવા એક પછી એક ગાડરીયા પ્રવાહમાં તણાતા જતા તેમના ચાહકો સાથે અબુધ્ધ પ્રજા સોશિયલ મીડિયામાં જયસુખ પટેલના આખા પરીવારના સેવાકાર્યના ગુણગાન ગાય આરોપીને સમર્થન કરતા પોસ્ટરો ખુબ જ વાયરલ થયા છે. ત્યારે આવા લોકોને જાણે ન્યાયતંત્ર સેવાકાર્યને જોઈને નિર્ણય કરતા હોય તેવુ હાલ અબુધ્ધ પ્રજા હિયો-હિયો કરીને ગાડરિયા પ્રવાહમાં જોડાઈને ઝુલતા પુલ દુર્ઘટના કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલને બચાવવા સમર્થન કરી નિર્દોષ સાબિત કરવા સમ્રગ જિલ્લામાં ધમપછાડા થઈ રહ્યા છે પરંતુ એક આરોપી રિમાન્ડ ઉપર હોય અને લોકો સમર્થન કરવા સોશિયલ મીડિયાનો સહારો લઈને આરોપીને બચાવવા મેદાને પડ્યા છે તેવા લોકોને ૧૩૫ લોકોની ચીચીયારી કેમ યાદ નથી આવતી શું આવા લોકો દુર્ઘટના સમયે દુખની લાગણી વ્યકત કરી હશે એવુ લાગે ખરૂ ? જે હાલ એક આરોપીને સમર્થન માટે ઉંધા માથે સોશિયલ મીડિયામાં મથી રહ્યા છે.
જોકે ત્રણ મહીના ફરાર રહેલા જયસુખ પટેલને અંતે ભીહ પડતા કોર્ટમાં પ્રગટ થવા એવી કઈ મજબુરી હશે કેમ કે જયસુખ પટેલને જેલ જવા શરમ આવતી હોય તેવા તાલ સાથે ત્રણ મહિના ફરાર થઈને જલસાની જિંદગી જીવતા હતા તો બીજી તરફ ૧૩૫ જિંદગીઓના મરશીયા ગવાતા હતા તેવા સમયે આ માણસ હવામાં ઓગળી ગ્યો હતો અને જયસુખ પટેલને સાંત્વના પાઠવવા રૂબરૂ તો ઠીક જ સોશિયલ મીડિયા દ્વારા પણ સમય નહોતો આવા અનેક સવાલો છતા ગાડરીયા પ્રવાહમાં તણાયેલા તેમના ચાહકો તો માત્ર જયસુખ પટેલના સેવાકાર્યોના જ ગુણગાન ગાય રહ્યા છે જયસુખ પટેલે એવા તે કેવા સેવાકાર્યો કર્યા છે કે ૧૩૫ લોકોની જિંદગીના મોત સાથે લોકો સરખાવી જયસુખ પટેલને નિર્દોષ સાબિત કરવા હવાતીયા મારે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઝુલતા પુલ દુર્ઘટના બાદ આરોપી તરીકે જયસુખ પટેલનું નામ ચાર્જસીટમાં આવતા તેને નિર્દોષ સાબિત કરવા અને ખરડાયેલી છબી સુધારવા ક્યા એવા શૈતાની દિમાગધારી માણસે લોકોને ગુમરાહ કરવા કારસો રચ્યો છે કે હાલ સમ્રગ જિલ્લામાં પોસ્ટરો મારફતે કેમ્પેઇન ચલાવી નિર્દોષ સાબિત કરવા હવાતિયા મારે છે તો બીજી તરફ મૃતકોના પરીવારજનોને સર્પોટ કરતા પોસ્ટરો પણ વાયરલ થયા છે જેમા હુ મૃતકોના પરીવારોની સાથે છુ આવો આપણે સૌ સાથે મળીને મૃતકોના પરીવારોને ન્યાય અપાવીએ જેવા પોસ્ટરો પણ વાયરલ થતા ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં સાલા ઝુકેગા નઈ જેવા તાલ સાથે જયસુખ પટેલને સમર્થન કરતા લોકોને મુહતોડ જવાબ આપતા પોસ્ટરો વાયરલ થતા સોશિયલ મીડિયા ઉપર શાબ્દીક યુધ્ધ થકી લોકો એકબીજાની તાકાત બતાવવા કોઈ કચાસ બાકી રાખવા ન માંગતા હોય તેમ એક આરોપી દર્જાના જયસુખ પટેલને નિર્દોષ સાબિત કરવા મથામણ કરતા લોકોને મુહતોડ જવાબ આપી ૧૩૫ જિંદગીઓને ન્યાય અપાવવા મૃતકોના પરીવારજનો સાથે રહેવા તેઓને સમર્થન કરવા અપીલ કરી હતી.
જયસુખ પટેલના સેવાકાર્યોની વાત કરનારે કચ્છના નાના રણમાં પણ ઝાંખીને જોવાની જરૂર છે વાત છે જયસુખ પટેલ દ્વારા કચ્છના નાના રણમાં એક એવો પ્રોજેક્ટ લાવવા હિલચાલ કરી મીઠુ પકવતા હજારો મજુરોની રોજીરોટી ઉપર પાણી ફેરવવા રણ સરોવર બનાવવા ભારે કોશીષ કરી હતી પરંતુ જેનો વિરોધ થતા આવેદનપત્રો આપવામાં આવેલ જેથી માળીયાથી ટીકર ખારાઘોડા સુધી મીઠુ પકવી આજીવીકા રળતા લોકોમાં જયસુખ પટેલે ખૌફ ઉભો કરેલ તે જગજાહેર છે આમ રણને રણ સરોવરમાં પરિવર્તિત કરવાની વાત વાયુવેગે પ્રસરી જતા મીઠુ પકવી આજીવિકા મેળવતા ગરીબ લોકોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી પરંતુ આવેદનપત્રો બાદ કોઈ કારણોસર આજદીન સુધી અહી આવી કોઈ હિલચાલ બંધ રહેતા હજારો લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ રોજીરોટી છીનનવા પ્રયાસ કરનાર જયસુખ પટેલના સેવાકાર્યોને બાદ કરતા તેવોના આ કારનામાને પણ કદાચ ગરીબ લોકો સિવાય કોઈને યાદ નહી હોય કેમ કે જ્યાં રણ સરોવર બનાવવા જયસુખ પટેલે હિલચાલ કરી દિલ્લી સુધી દોડા કાઢ્યા હતા તેવા નાના રણમાં હજારો લોકોની રોજીરોટીની સાથે ઘુડખરોનુ ઘર છીનવાઈ જવાની શકયતા હતી.