
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી
નવસારી જિલ્લા કાર્યવાહક આયોજન સમિતિની બેઠક આજરોજ કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.
બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે આયોજનના કામો ઝડપથી પૂર્ણ કરવા જણાવતા કહ્યું હતું કે, આયોજનના કામો પ્રગતિ હેઠળના કામો આગામી માર્ચ સુધીમાં પૂર્ણ કરવા અને નવા વર્ષનું આયોજન બનાવી આંગણવાડીના કામોને પ્રાધાન્ય આપવા અનુરોધ કર્યો હતો.
બેઠક દરમિયાન વર્ષ ૨૦૨૩-૨૪નું જિલ્લા કક્ષાનું આયોજન, વર્ષ૨૦૨૩-૨૪ તાલુકાના એટીવીટીનું આયોજન, વર્ષ૨૦૨૧-૨૨ અને વર્ષ૨૦૨૨-૨૩ના વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમના અને સંસદસભ્યશ્રીના ફંડ હેઠળના કામોની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગર, જિલ્લા આયોજન અધિકારી શ્રી ડી.એન.પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ જિલ્લાના અમલીકરણ અધિકારીરીઓ ઉપસ્થિત રહ્યા હતા.





