BANASKANTHAPALANPUR

કર્ણાવત સ્કૂલમાં સળંગ નોકરીના આદેશો અપાયા

4 જાન્યુઆરી,વાત્સલ્યમ્ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી એમ.બી.કર્ણાવત હાઇસ્કુલ, પાલનપુરમાં આજે તારીખ 3/02/2023 ને શુક્રવારના રોજ શાળા પરિવારના 14 શિક્ષક મિત્રોને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી નરેન્દ્રસિંહ ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ સળંગ નોકરી ની કામગીરી સંભાળતા સિનિયર ક્લાર્ક શ્રી એસ.એચ.ઝાલોરી દ્વારા કર્મચારી વાઈઝ આદેશ બનાસકાંઠા કચેરી દ્વારા ફાળવવામાં આવેલા છે જેઉમદા કામગીરી થકી ફાળવવામાં આવેલા જેમાં એમ.બી.કરણવત હાઈસ્કૂલ ખાતે નોકરીના ઓર્ડર શાળાના આચાર્યશ્રી બાબુભાઈ ચૌધરી તથા શાળાના ત્રણેય વિભાગના સુપરવાઇઝરશ્રીઓ નરેશભાઈ પટેલ, રમેશભાઈ તરાલ અને યોગેન્દ્રસિંહ બારડ દ્વારા સળંગ નોકરીના આદેશોનું વિતરણ કરવામાં આવ્યું, તેમજ તેમના ઉજવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી. સળંગ નોકરીના આદેશો મેળવવા બદલ તમામ શિક્ષક મિત્રોને સંસ્થાના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ કર્ણાવત દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા.

[wptube id="1252022"]
Back to top button