NAVSARI

નવસારી ડેપોમાં બસ ડ્રાઈવરની બેદરકારીએ અકસ્માત સર્જાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી નવસારી એસટી બસ ડેપો ખાતે બસ ડ્રાઈવરની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હતો ડેપોમાં બસ ચાલક બસની હેન્ડબ્રેક ખેંચયા વગર ન્યૂટ્રલ મૂકીને જતા બસ અચાનક આગળ વધી હતી અને ત્યાં રહેલા ઝાડ સાથે અથડાયા બાદ કાર સાથે અથડાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ, નવસારી ખાતે આવેલા બસ ડેપો ખાતે બસ ડ્રાઈવરે બસ ઉભી રાખી બસની હેન્ડબ્રેક ખેંચયા વગર ન્યૂટ્રલ મૂકી બસમાંથી ઉતરી ગયો હતો. આ દરમિયાન બસ અચાનક આગળ ચાલી ગઈ હતી અને બસ ત્યાં રહેલા વૃક્ષ સાથે અથડાયા બાદ ઇકો કાર સાથે ભટકાઈ હતી.બસ વૃક્ષ સાથે અથડાતા વૃક્ષ તૂટીને રોડ પર પડ્યું હતું. જો કે સદનસીબે તે સમયે કોઈ વ્યક્તિ ત્યાંથી પસાર ન થતા કોઈ જાનહાનિ  ન બની હતી જયારે બસના આગલા કાચ તૂટી જવા પામ્યો હતો ત્યારબાદ કાર સાથે બસ અથડાતા કારને નુકસાન થવા પામ્યું હતું જ્યારે આ અકસ્માતથી મુસાફરોમાં અફરતફરીનો માહોલ સર્જાયો હતો જોતજોતામાં સ્થળ પર અકસ્માત જોવા લોકોના ટોળેટોળા વળ્યાં જોકે સદનીસીબે કોઈ જાનહાની ન બની હતી..

[wptube id="1252022"]
Back to top button