DANGWAGHAI

દક્ષિણ ડાંગ વન વિભાગના વઘઈ રેંજમા વાડી યોજના અંતર્ગત વિવિધ સાધનોનુ વિતરણ કરાયુ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકની વઘઈ રેન્જ ખાતે વન વિભાગની ‘વાડી યોજના’ અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધનોનુ વિતરણ કરાયુ હતુ.વઘઈ રેંજમા વન વિભાગ દ્વારા લાભાર્થીઓને પાણીની ટાંકી, દાતરડા, પાઇપ લાઇન, પાવડા, ઓર્ગેનિક ખાતર જેવા સાધન સહાય આપવામા આવ્યા હતા. અહીંના લોકો દ્વારા પોતાના ખેતરોમા કાજુ કલમો સાથે અન્ય વૃક્ષ ઉછરી પોતે પણ પગભર બને, અને પર્યાવરણના સુધારામા તેઓનુ યોગદાન રહે તે હેતુસર આ કાર્યક્રમ કરાયો હતો.

આ પ્રંસગે મદદનીશ વન સરક્ષક શ્રી સુનિલ દેસાઈ, વઘઈ આર.એફ.ઓ શ્રી ડી. કે. રબારી તેમજ વન કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button