HALOLPANCHMAHAL

હાલોલ:સડેલા બટાકાની ગુણોમાં છુપાવી રાખેલો 14 લાખની કિમંતનો દારુ જિલ્લા LCB અને SOG પોલીસે પકડી પાડ્યો,3 આરોપી દબોચ્યા

તા.૩.ફેબ્રુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

ગોધરા એલ.સી.બી. અને એસ.ઓ.જી પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી હાલોલ નવજીવન હોટલ પાસેથી ટ્રક માં સડેલા બટાકા ની આડમાં છુંપાવેલ રુ.14. લાખ નો વિદેશી દારુ અને 10 લાખ ની ટ્રક મળી 24 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓ ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા એલ.સી.બી.અને જિલ્લા એસ.ઓ.જી પોલીસને પાક્કી બાતમી મળી હતી કે હાલોલ નજીક નવજીવન હોટલના પાર્કિંગ માં પાર્ક કરેલ એક ટ્રક માં સડેલા બટાકાની આડ માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો છે.તે બાતમી ના આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ છાપો મારતા ટ્રક માંથી સડેલા બટાકાની પાછળ ભારતીય બનાવટ નો વિવિધ બ્રાન્ડ નો વિદેશી દારુ ની 446 પેટી નાની મોટી થઇ 8952 બોટલો રૂ.14,12,652/- નો જથ્થો મળી આવતા પોલીસે ટ્રક ની કેબીન મા તપાસ કરતા ત્રણ ઈસમો મળી આવ્યા હતા.તેઓ ની પૂછપરછ કરતા હરીયાણાના વિરેન્દ્રસિંગ દેવસિંગ નાઓ એ દારૂનો જથ્થો ભરી આપેલ જે હાલોલ ના કોટામેડા ગામે રહેતા મહોબ્બ્તસિંહ જસવંતસિંહ ચૌહાણને પહોંચાડવાનો જણાવ્યું હતું. પોલીસે ટ્રક માંથી મળી આવેલ કર્મસીંગ સાવનસીંગ જાત રહે.ભટ્ટીવાલ પંજાબ,મહિન્દરસિંગ પુરાણસીંગ વાલ્મિકી રહે. જેખેપલબસ પંજાબ, મનોજકુમાર દિલબાગસીંગ જાટ રહે. મોહનગઢ હરીયાણાની અટકાયત કરી વિરેન્દ્રસિંગ દેવસિંગ તેમજ મહોબ્બ્તસિંહ જસવંતસિંહ ચૌહાણ ને વોન્ટેડ જાહેર કરી રૂ.14,12,652/- નો દારૂ નો જથ્થો અને 10 લાખની ટ્રક તેમજ ઝડપાયેલ આરોપીઓની અંગ જડતી કરતા રોકડ રકમ, મોબાઇલ મળી કુલ રુપિયા 24,33,192/- નો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

[wptube id="1252022"]
Back to top button