HALOLPANCHMAHAL

હાલોલ તાલુકાની કંજરીની ઉત્તર બુનિયાદી શાળાને શ્રેષ્ઠ ELC પ્રમાણપત્ર આપી સન્માન કરાયું.

તા.૨.ફેબ્રુઆરી
વાત્સલ્યમ સમાચાર
કાદીરદાઢી.હાલોલ

ભારતના ચૂંટણી પંચ દ્વારા આજે દેશમાં ૧૩ માં રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે પંચમહાલ જિલ્લાના જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી ગોધરા શહેરના બી.આર.જી.એફ. ભવન હોલ ખાતે કરવામાં આવી હતી.પંચમહાલ જિલ્લાના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને કંજરીની ઉત્તર બુનિયાદી હાઇસ્કુલને ELC પ્રમાણપત્ર શાળાના આચાર્ય એ.એમ. શેખને અર્પણ કરવામાં આવ્યું હતું.સમગ્ર વર્ષ દરમિયાન હાલોલ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર ડી.એસ.મેકવાન ના સતત માર્ગદર્શન હેઠળ શાળા તેમજ ગ્રામ્ય કક્ષાએ મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો જેવા કે વકૃત્વસ્પર્ધા,નિબંધ સ્પર્ધા,રંગોળી સ્પર્ધા,મતદાન જાગૃતિ રેલી વિગેરે કાર્યક્રમ કરી લોક જાગૃતિનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.જેની જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નોંધ લઇ ૧૨૮ હાલોલ વિધાનસભાના શ્રેષ્ઠ ELC તરીકેનું પ્રમાણપત્ર શાળાને બી.આર.જી.એફ.ભવન ગોધરા ખાતે આપવામાં આવ્યું હતું.જેને લઇ કંજરી ગામ અને શિક્ષણ આલમમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી.

[wptube id="1252022"]
Back to top button