AHAVADANG

આહવા સરકારી વિજ્ઞાન કોલેજમાં પર્સનાલીટી ડેવલોપમેન્ટ અને સાઇબર સિક્યુરીટી અંગે સેમીનાર યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ સરકારી વિજ્ઞાન કોલેજ, આહવા ખાતે તાજેતરમાં ઉડિશા પ્રકલ્પ અંતર્ગત પર્સનાલીટી ડેવલોપમેન્ટ, અને સાઇબર સિક્યુરીટી પર સેમિનારનુ આયોજન કરવામા આવ્યુ હતું. આ સેમીનારમા વક્તા તરીકે શ્રી. હાર્દિક વ્યાસ, આસિ. પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ઉકા તરસાડીયા યુનિવર્સિટી-બારડોલી દ્વારા વિધાર્થીઓને માર્ગદર્શન પૂરુ પાડવામા આવ્યુ હતુ. જેમા શ્રી હાર્દિક વ્યાસ એ પર્સનાલીટી ડેવલોપમેન્ટ વિષય પર માનવીય સંબંધોની આવડત, ટીમ વર્ક, મનને સમજીને કઈ રીતે ઉપયોગ કરવો, જાગ્રત મન અને અર્ધજાગ્રત મન, પોઝેટીવ વિચારો વગેરે મુદ્દાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી, સાઇબર સિક્યુરીટી વિશે વિધાર્થીઓને ઉડાણપૂર્વક સમજ આપી હતી.

સમગ્ર કાર્યક્રમ આચાર્યશ્રી ડો. એ.જી.ધારીયાના માર્ગદર્શન હેઠળ કરવામા આવ્યુ. જેમા સમગ્ર કાર્યક્રમનુ સંચાલન પી.ટી.આઈ. ડો. જે.જે.ચૌહાણ દ્વારા, અને આયોજન ઉડિશા કોર્ડિનેટર અને લાયબ્રેરિયન શ્રીમતિ અમીબેન પટેલ દ્વારા કરવામા આવ્યુ હતુ.

[wptube id="1252022"]
Back to top button