દારૂબંધ ગુજરાતના વિકસિત મોરબી શહેરમાં ખુલ્લે આમ દારૂ વહેંચાય રહ્યો છે અને પિવાય પણ રહ્યો છે.

દારૂબંધ ગુજરાતના વિકસિત મોરબી શહેરમાં ખુલ્લે આમ દારૂ વહેંચાય રહ્યો છે અને પિવાય પણ રહ્યો છે.
મોરબીના નેતાઓ પોતાની વાહવાહી કરાવવા સોશિયલ મીડિયામાં દારૂબંધીનાં નાટકો જ કરે છે

શું ખરેખર ઉંચપોલીસ અધિકારીઓ અને નેતાઓના ઘરે હપ્તાઓ જતા હશે ?
હંમેશા નાના દારૂના સપ્લાયર ને પકડી મોટા માથાઓ સામે કેમ પોલીસ બહાદુરી બતાવતી નથી ?
મોરબી પોલીસના ઈમાનદાર અધિકારીઓ અને કર્મચારીઓને અમુક હપ્તાખોરો બદનામ કરી રહ્યા છે ?
વાત્સલ્યમ્ સમાચાર-મોરબી

મોરબીમાં વ્યાજખોર સામે પોલીસે કડક કાર્યવાહી કરી પરંતુ દારૂના વીકેતાઓને અટકાવવામાં નિષ્ફળ રહ્યા હોય તેમ દારૂના હાટડા ધમધમી રહ્યા ની તસવીરો પોલીસની નિષ્ક્રિયતાની નિશાની પૂરી પાડતી હોય તેવી ઘટનાઓ છાસવારે અખબારોના સમાચાર બનતી હોય છે મોરબીના બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલા વીસીપરા વિસ્તાર ત્રાજ પર ખારી વિસ્તાર રોહીદાસ પરા સહિત ના વિવિધ વિસ્તાર એવા એ ડિવિઝન પોલીસની હદમાં વજેપર, કાલિકા પ્લોટ, મકરાણી વાસ, સિપાઈ વાસ, નાની બજાર, કબી ટેકરી, જુના બસ સ્ટેન્ડ, લાટી પ્લોટ સહિતના વિસ્તારોમાં દેશી અંગ્રેજી દારૂ ના વેપલા કરતા વિકેતાઓ પોલીસ માટે કમાવ દીકરા સમાન રહ્યા હોય તેમ માત્ર નામ પૂરતી જ રેડ પડે અથવા તો પોલીસના હપ્તાનું નજરાણું ઉઘરાવવાની ચર્ચા થતી હોય છે જે પ્રતિષ્ઠ પ્રમાણે ઈમાનદાર પોલીસ માટે ભરોસો ની ભાજપની સરકારના રાજ્યમાં લાલબતી સમાન રહ્યું છે જ્યારે વાત કરીએ ગ્રામ્ય વિસ્તાર એવા તાલુકા પોલીસની હદમાં તો બાપ રે બાપ ભાગ્ય જ કોઈ એવું કારખાનું હશે કે જ્યાં દેશી દારૂ ના પીઠા ચાલતા ના હોય જેથી ક્રાઈમ બ્રાન્ચ એસોજી જેવી બ્રાન્ચો ને પણ ધન લક્ષ્મી નો લાભ થતો હોય એવી પણ ચર્ચા પીઆરસીઓમાં અને વિકેતાઓમાં ચર્ચાના ચકડોળે ચઢી છે જે ગુજરાતના દારૂબંધી વિસ્તારમાં દારૂને છૂટી ડોર મળતો હોય તેના પરિણામે કડક અમલવારી કરવામાં ક્યાંક ને ક્યાંક રાજકીય નેતાઓ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરપંચો નગરસેવકો પ્રજા ચિંતન કાર્યમાં નિષ્ફળ નિવડિયા હોય તેમ કહીએ તો ખોટું શું? પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ એ પ્રજાનો ચિંતક હોય છે પાયાની પ્રાથમિક સુવિધા આપવાની સાથે સાથે અસામાજિક પ્રવૃત્તિઓને અટકાવી તે પણ એક ફરજનો હિસ્સો છે પરંતુ ગ્રામ્ય વિસ્તારના સરપંચો કે નગરસેવકો પોતાના મત વિસ્તારમાં નાગરિકોની સમસ્યામાં અસામાજિક તંતુઓ ને અટકાવવામાં નિષ્ફળ રહ્યા હોય એવી ઘટનાઓ મોરબી શહેર જિલ્લામાં ટોપ ઓફ ટાઉન બની છે મોરબીના વીસીપરામાં ચૂંટાયેલા કાઉન્સિલરે ઢોલ વગાડીને દારૂ વેચનાર સામે તબાહી મચાવવાની જાહેરાત કરી અખબારોના સમાચારમાં હીરો બની ગયા પરંતુ ત્યાર પછી શું? તેના મતવિસ્તારમાં દારૂબંધી કરાવી શક્યા નથી એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી કારણ કે જે ઉપરોક્ત તસવીરો દારૂબંધી વિસ્તારમાં દારૂ વિકેતાઓ અને પિયાસીઓ પાસે પહોંચતો હોવાનો પુરાવો આપે છે આપણા રાજકીય નેતાઓ અને જિલ્લા કક્ષાના અધિકારીઓ વાર તહેવારે કે કોઈ કાર્યક્રમમાં કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે તેવી બૂમાબૂમ કરતા હોય છે અને સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરતા હોય છે દારૂબંધી વિસ્તારમાં દારૂ વેચાવો એ શું કાયદામાં છે? છતાં એને ઘણા બધા ફાયદા છે મોટાભાગના બુટલેગરો લાખો કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવે છે અધૂરામાં પૂરું પોલીસ કોન્સ્ટેબલ થી માંડી પીઆઇ કક્ષાના અધિકારીને લક્ષ્મી ધનવર્ષા કરતા હોય છે.

તેવી પણ ચર્ચા મોરબી શહેર જિલ્લાની પ્રજામાં થતી હોય છે પરંતુ ગૃહ મંત્રી મુખ્યમંત્રીએ દારૂબંધી પર કડક કાયદાઓનો અમલ કરીયા બાદ પણ કડક અમલવારી કરવામાં પોલીસ તંત્ર નિષ્ફળની મળ્યું છે અને ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ પણ પ્રજા ચિંતક આવા કાર્યમાં અસામાજિક પ્રવૃત્તિ અટકાવવામાં નિષ્ફળ રહ્યા હોય તેમ આ દારૂના દ્રશ્ય તસવીરોમાં નજરે પડી રહ્યા છે જે વિજિલન્સ જેવી બ્રાન્ચો મોરબીમાં આટા ફેરા મારી ચૂંટણી સમયે ફરજનો ભાગ નિભાવી ગયા હોય તેમ મોટાભાગના બુદ્ધિજીવીઓ મહેસુસ કરી રહ્યા છે દારૂના દૂષણ ને નાબૂદ કરવા માટે સામાજિક સંસ્થાઓ મહિલા મંડળો સમાજ હિત અગ્રણીઓ આગેવાનો આગળ આવી સમાજમાં આ દારૂના દુષણ ને નાબૂદ કરાવવા જોઈએ પરંતુ મોરબી જેવા ઉદ્યોગ નગરીમાં દારૂનું દુષણ અટકવાનું નામ નથી લેતું તેનું કારણ કદાચ પ્રજા રક્ષક પોલીસમાં પ્રજા પ્રત્યે દેખાવ કાર્યમાં વધુ રસ અને ખુદનું કલ્યાણકારી કર્યામાં રસ હોય તેમ મોટાભાગે રાજકીય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે વેપારી વર્ગમાં આવી ચર્ચાઓ ચાલે છે જે પ્રતિષ્ઠ પ્રમાણિક પોલીસ માટે લાલબત્તી સમાન છે ગૃહ મંત્રાલયમાં વ્યાજખોરો સામે કડક પરિપત્ર પ્રસિદ્ધ કર્યાની સાથે જ વ્યાજખોરો સામે પોલીસે લાલ આંખ કરી લોક દરબાર યોજી અનેક વ્યાજખોર સામે કાયદાકીય કલમનો ટાંકી ગુના નોંધીયા છે પરંતુ દારૂ ના દૂષણ ને અટકાવવામાં કડક કાર્યવાહી કરવાના બદલે પોલીસ તંત્ર ઢીલું ટપ રહ્યું છે જે સ્થાનિક ધારાસભ્યો સંસદ સભ્યો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરપંચો નગરસેવકો સહિત જિલ્લા કક્ષાના અધિકારીઓ આ ગુજરાતમાં દારૂબંધી કડક કરાવવામાં નિષ્ફળ રહ્યા હોય તેમ મોરબી પંથકમાં દારૂની હાટડીઓ ધમધમી રહી છે જે જિલ્લા કક્ષાના અધિકારીઓ માટે ઘણી દુખદ જનક છે









