KALOL(Panchamahal)PANCHMAHAL

જિલ્લા એલસીબી પોલીસે સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ઝડપી પાડયા

તારીખ ૨૯ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

ગોધરા એલસીબી પોલીસે બાતમીનાં આધારે ટુવા પાસેથી નીકળી વેજલપુર તરફ જતી સફેદ સ્વીફ્ટ કાર જીજે-૧૭- એન ૪૬૫૪ નંબરની કારમાં ભારતિય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઇ હેરાફેરીનાં પેરવીમાં ફરતા બે ઈસમો ને રૂ. ૧,૨૦,૦૦૦/- વિદેશી દારુ તેમજ ૩,૦૦,૦૦૦/- ની સ્વીફ્ટ કાર મળી ૪,૨૦,૦૦૦- રૂ.નાં જથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડી પ્રોહિબિશન મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબી પોલીસ દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ અનિલકુમાર અર્જુનસિંહ સોલંકી ગોધરા તાલુકાના આકડીયા ગામનો તથા ગોધરા તાલુકાના જીતપુરા ગામમાં રહેતો સમીર કુમાર જગદીશભાઈ સોલંકી પોતાના કબજાની સ્વીફ્ટ કારની અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી ટુવા પાસેથી નીકળી વેજલપુર તરફ આવતા હોવાની બાતમી ગોધરા એલસીબી પોલીસને મળતાં બાતમી વાળી સ્વીફ્ટ કાર સાથે બન્ને આરોપી ને લાડૂપુરા ગામ પાસે રોકી તપાસ કરતા ગાડીની વચ્ચેની સીટ અને ડીકી માથી વિદેશી દારૂના કવાટરીયાની પેટીઓ નંગ ૨૫ માંથી જેમાં દારૂ ભરેલ ૧૨૦૦ કવાટર જેની કિંમત રૂ.૧,૨૦,૦૦૦/- નો દારૂનો જથ્થો મળી આવતા પોલિસે રૂ.૩,૦૦,૦૦૦/- ની સ્વીફ્ટ કાર મળી કુલ રૂ. ૪,૨૦,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે બન્ને આરોપીને પ્રોહીબિશન નાં ગુના હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા બન્ને ઈસમો ને કોવિડ ટેસ્ટ કરાવવા માટે હસ્તગત કર્યાં હતાં.

[wptube id="1252022"]
Back to top button