BANASKANTHAPALANPUR
કરુણાનાએમ્બ્યુલન્સ ૧૯૬૨ના દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાના દ્વારા રખડતા કૂતરા નો જીવ બચાવ્યો

24 જાન્યુઆરી ,વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ગુજરાત સરકાર ના પશુ પાલન વિભાગ દ્વારા ચાલતું અને EMRI Green Health Service દ્વારા સંચાલિત દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાના દ્વારા બનાસકાંઠા જિલ્લા ના થરાદ તાલુકા ના પડાદર ગામ માંથી ૧૯૬૨ પર કોલ આવ્યો કે એક કૂતરું છે અને તેને લોખંડ નો તાર(વાયર) વીંટાઈ ગયો છે તો ટીમ સાથે ત્યાં જઈને કૂતરાને જોયું તો તેના પાછળ ના ભાગે તાર શરીર માં ઘૂસી ગયો હતો. પશુચિકિત્સક ડો.સંજયભાઈ કુંભાર અને પાઇલોટ કમ ડ્રેસર ભરતસિંહ ડોડીયા એ ઘણી મહેનત પછી તાર બહાર કાઢી ને કુતરાનો જીવ બચાવ્યો. જાણવા મળ્યું કે એ તાર ૧૦ દિવસથી એને વીંટાયો હતો. અને ટિમ ની સારી કામગીરી બદલ પ્રોજેકટ કોડિનેટર શ્રી અરવિંદભાઈ જોષી અને પોગ્રામ મેનેજર ડો. મયંકભાઈ પટેલ દ્વારાબિરદાવવામાં આવ્યા હતા .
[wptube id="1252022"]



