ઉકાઇ જીસેકમાંથી નિવૃત થતા શ્રી જીતેન્દ્રભાઇ મહંતનો વયનિવૃત્તિ શુભેચ્છા સન્માન સમારોહ યોજાયો

23 જાન્યુઆરી,વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ઉકાઇ જીસેકમા થર્મલ પાવરસ્ટેશનમા ઓપરેશન 5 વિભાગમા છેલ્લા 35 વર્ષથી નોકરી કરતા શ્રી જીતેન્દ્રભાઇ મહંત તા.31/01/2023ના રોજ વયનિવૃત થઇ રહ્યા છે ત્યારે તેમનો વયનિવૃતિ શુભેચ્છા સન્માન સમારોહ તા 21/1/2023ના રોજ જીસેક રીક્રીએશન ક્લબ ઉકાઇ ખાતે યોજાયેલ જેમા ઉકાઇના કર્મચારીઓ અને પરિવારજનો ઉપરાંત મોટી સંખ્યામા મહેમાનો પધારેલ અને મહંતભાઇને શુભેચ્છાઓ પાઠવેલ ઉકાઇ સંકુલનાવડા ચીફ ઇજનેર અને એડી.ચીફ ઇજનેર ઉપરાંત સુપ્રિન્ટેન્ડેન્ટ એન્જિનિયર માન.પરમાર સાહેબ,શ્રી આર.આર.ચૌધરીસાહેબ,શ્રી નાયક સાહેબે કાર્યક્રમમા ઉપસ્થિત રહી શ્રી જીતેન્દ્રભાઇને શુભેચ્છાઓ પાઠવી હતી સમગ્ર કાર્યક્રમનુ સફળ આયોજન ઓપરેશન 5ના કર્મચારીઓ દ્વારા કરાયુ હતુ .જેનુ વિશેષ સંચાલન શ્રી આર કે પટેલ અને શ્રી એમ.આર.ધીવર દ્વારા કરાયુ હતુ .કાર્યક્રમનુ એન્કરીંગ શ્રી જે.કે.પ્રજાપતિ દ્વારા કરાયુ હતુ .સૌ ઉપસ્થિત મહેમાનો ,કર્મચારીઓ અનેપરિવારજનોએ શ્રી મહંતભાઇને સ્મૃતિ ભેટ આપી અંતમા સૌ સ્નેહભોજન લઇ છુટા પડ્યા હતા.