HALOLPANCHMAHAL

હાલોલ- પોલીકેબ વેલ્ફેર સોશિયલ ફાઉન્ડેશન અંતગર્ત વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ કરાયું

તા.૨૧.જાન્યુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ વડોદરા રોડ પર આવેલ કેબલ બનાવતી પોલીકેબ કંપની દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે.જે અંતર્ગત પોલીકેબ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશન હાલોલ દ્રારા કોર્પોરેટ સોશ્યિલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત હાલોલ ,ઘોઘમ્બા તેમજ જાંબુઘોડા તાલુકામાં આરોગ્ય ,શિક્ષણ, પર્યાવરણ ,ખેતીવાડી,પશુ સારવાર તેમજ સ્કીલ ડેવેલોપમેન્ટ જેવી સમાજના વિકાસને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.જે અંતર્ગત આજ રોજ હાલોલ તાલુકા ની વિવિધ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતી ૧૬૦ અનાથ વિદ્યાર્થીનીઓને પોલીકેબ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા સ્કોલરશીપ સ્કીમ અંતર્ગત સાયકલ નું વિતરણ કરવામાં આવ્યું હતું.જેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીનીઓ શાળામાં સહેલાઇ થી રેગ્યુલર જઈ શકે અને તેમનો અભ્યાસ અવિરત પણે ચાલુ રહે.આ પ્રસંગે કાર્યક્રમ નું આયોજન નવા ઢીંકવા તેમજ મોટી ઉભરવનની પ્રાથમિક શાળા માં કરવામાં આવ્યું હતું જેમાં હાલોલ શિક્ષણ વિભાગ માંથી BRC ઝેડ.એલ .પીરઝાદા તેમજ પોલીકેબ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશન માંથી સી.એસ.આર ના સિનિયર જનરલ મેનેજર નીરજ કુંદનાની અને તેમની ટીમ તેમજ સી.આર.સી. હસમુખભાઈ અને મનીષભાઈ,તથા શાળાના પ્રિન્સિપાલ અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button