
19 જાન્યુઆરી,વાત્સલ્યમ દૈનિક સમાચાર,સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ કોઈ પણ જાતના ભેદભાવ વગર જરૂરિયાતમંદ તમામ લાભાર્થીઓને મળે : આર.કે. પટેલ (તાલુકા વિકાસ અધિકારી)શિક્ષણ અને જાગૃતિના અભાવે ગ્રામીણ વિસ્તારોમાં લોકો કેટલીક સરકારી યોજનાઓ વિશે પૂરતા માહિતગાર હોતા નથી અને તેથી સરકારી યોજના અભણ લોકો સુધી પહોંચી શકતી નથી. જે અંતર્ગત પાલનપુર તાલુકાના જગાણા ગામે ગુરૂમહારાજના મંદિરે પાલનપુર ટીડીઓશ્રીના અધ્યક્ષતામાં ગ્રામસભા યોજાઇજેમાં સરકારશ્રીના વિવિધ વિભાગો જેવા કે ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગ તેમજ તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી દ્વારા મળતી વિવિધ સરકારી યોજનાઓનું માર્ગદર્શન આપી તેનો લાભ લેવા લોકોને અનુરોધ કરાયો હતો આ પ્રસંગે અધિકારીઓશ્રી દ્વારા લોકોના પ્રશ્નો સાભળી ગામ લોકોને વૃધ્ધ સહાય યોજના,, આયુષ્માન કાર્ડ, વિધવા પેન્શન, પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના સહિતનો લાભ કઈ રીતે લાભાર્થીઓને મળે તે માટે લોકોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે પાલનપુર તાલુકા વિકાસ અધિકારી આર.કે.પટેલ, આસિ.કલેકટર મેડમ (અજમાયશી) જગાણા સરપંચ પ્રેહલાદભાઈ પરમાર, તલાટી જયેશભાઇ ચૌધરી, રતીભાઈ લોહ, ગણેશભાઈ એલ.ચૌધરી, દિલીપભાઈ કરેણ,સહિત અગ્રણીઓ ગામ આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા



