
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જુગાર પ્રોહીબિશનની પ્રવૃત્તિઓને ડામવા માટે ડાંગ એલ.સી.બીનાં પી.એસ.આઈ.જયેશભાઇ વળવીની ટીમે સઘન પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ.તે દરમ્યાન આહવા સિવિલ હોસ્પિટલ નજીક આવેલ ચર્ચ પાસે અમુક ઈસમો ગેરકાયદેસર વરલી મટકા જુગાર રમાડી રહ્યાની બાતમી મળી હતી.જે બાતમીનાં આધારે એલ.સી.બી પોલીસની ટીમે રેડ કરતા ચર્ચની સામે પપ્પુભાઈની ચા ની લારી પાસે જબ્બારભાઈ અબ્દુલભાઈ વાની આવતા જતા માણસોને પાવતીમાં લખી આપતા જણાઈ આવ્યો હતો.ડાંગ એલ.સી.બીની ટીમે સ્થળ પરથી જબ્બારભાઈ અબ્દુલ વાનીની ધરપકડ કરી તપાસ હાથ ધરતા તેની પાસેથી જુગારનો કુલ 3,700 રૂપિયાનો મુદામાલ ઝડપી પાડ્યો હતો. હાલમાં એલ.સી.બી પોલીસની ટીમે ગેરકાયદેસર વરલી મટકા જુગાર રમાડનાર જબ્બાર અબ્દુલ વાની રે.નાંદનપેડા તા.આહવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે તેની સાથે સંકળાયેલ અને વલણ લેનાર સાગરીત એવા રવીન્દ્ર કેશવ ગામીત રે.આહવા.જવાહર કોલોનીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે….





