
વિજાપુર તિરુપતિ ઋષિવન ના સર્જક જીતુભાઈ પટેલનો વાનર સેના સાથે અનોખો ઋણ સબંધ
એકજ અવાજ થી બધા ભેગા થઈ જાય છે
ઘણી વખત ઘાયલ વાનર ની સેવા પણ કરે છે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકામાં આવેલ તિરુપતિ ઋષિવન ના સર્જક તેમજ પ્રકૃતિ પ્રેમી પર્યાવરણ પ્રેમી એવા જીતુભાઇ પટેલ નો પશુ સાથે પણ એટલોજ અનોખો સબંધ ધરાવે છે જેવી રીતે પર્યાવરણ પ્રેમ સાથે પશુ પ્રેમ માટે જાણીતા બન્યા છે તેઓ સાબરમતી નદીના તટ ઉપર ઋષિવન માં રોજ સવાર સાંજ વાનરો ને ખવડાવ્યા બાદ સંતોષ મેળવે છે જ્યારે તેઓ ઋષિવન ખાતે નીકળે છે ત્યારે આસપાસ માંથી ઘણી વાનર સેના તેઓની આજુબાજુ થઈ જાય છે ઘણી વખત ઘાયલ થયેલ વાનર ને સારવાર પણ આપે છે તેઓનું માનવું છે ઈશ્વર દ્વારા રચાયેલ કુદરતી રચના ને પામવું તે પણ એક ભગવાન ની વિશેષ કૃપા છે પર્યાવરણ ને શુધ્ધ રાખવા માટે તેઓ દરેક ને એક વૃક્ષ જરૂર વાવો અને પશુ ઓ સાથે પ્રેમ ભાવ વર્તો તેવી તેઓ હમેશા શિખામણ આપતા રહે છે તેઓએ જણાવ્યું હતુંકે ઋષિવન માં રહેતા નર વાનરો વધુ છે જેમાં એક ઘાયલ વાનર જણાઈ આવતા તેની સારવાર કરી ફરી થી જંગલમાં ફરતો મુકી દીધો હતો પર્યાવરણ સાથે પશુ પ્રેમ સાથે આ એક અનોખો નાતો ગ્લોબલ ફાઉન્ડેશન પ્રેણતાં જીતુભાઈ પટેલનો બંધાયેલો છે અને આ વાનરો સાથે સવાર સાંજ ની ખાસ એક મુલાકાત તેઓ કરે છે અને ખવડાવ્યા બાદ ખાસ સંતોષ નો અનુભવ કરે છે





