

બોડેલી તાલુકાના ધોળીવાવ ગામે. આદમખોર દીપડો પાંચ વર્ષના બાળકને દબોચી લીમડાના ઝાડ પર ચઢી જતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ ગામ લોકોને થતાં ગામ લોકોએ દીપડાને ભગાડીને બાળકને ઝાડ પરથી નીચે ઉતારી લઈ બાળકને બોડેલી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ બાળકને ગંભીર ઇજા હોવાથી તેને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યો છે.બોડેલી તેમજ આજુ બાજુના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડોનો આતંક સામે આવી રહ્યો છે. બોડેલી તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારના લોકોમાં દીપડોનો ભય છે. ત્યારે સ્થાનિક લોકોએ દીપડાને પાંજરે પૂરવા માંગ કરી છે. પરંતુ વન વિભાગ ક્યારે જાગશે અને ક્યારે દીપડાને પાજરે પૂરશે તેવી રાહ જોવાઈ રહી છે.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી
[wptube id="1252022"]









