કોરોના રસીકરણ અભિયાનનાં બે વર્ષ પૂર્ણ થતાં રસીકરણ કામગીરી કરનાર આરોગ્ય કર્મચારીઓને સન્માનિત કરાયા

તારીખ ૧૭ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
ભારતમાં આ વેક્સીનેશન અભિયાનને સાર્થક બનાવવાનો શ્રેય ભારતના વૈજ્ઞાનિકો,મેડિકલ વિભાગના કર્મચારીઓ તથા આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જ જાય છે. અંતે આજના દિવસે કોરોના રસીકરણ અભિયાનને બે વર્ષ પૂર્ણ થતાં નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ જિલ્લા દ્વારા કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે કોરોના રસીકરણ કેન્દ્રની મુલાકાત લઈને દિવસ રાત ખડે પગે કામગીરી કરનાર આરોગ્ય કર્મચારીઓને શુભેચ્છા પાઠવી હતી અને સૌના આરોગ્યની ચિંતા કરી કામગીરી કરતા આરોગ્ય કર્મચારીઓને ગતરોજ કોરોના રસીકરણ અભિયાનને બે વર્ષ પૂર્ણ થતાં રસીકરણ કામગીરી માટે દિન રાત ખડે પગે કામગીરી કરનાર આરોગ્ય કર્મચારીઓ, ડૉક્ટરશ્રીઓની રૂબરૂ મુલાકાત કરી તેઓની સેવાઓને બિરદાવી નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ તરફથી અભિનંદન આપવામાં આવ્યા આ ખાસ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોષી તથા પંચમહાલ જિલ્લા મહામંત્રી રમેશભાઈ પરમાર (તલાટી) ઉપસ્થિત રહ્યા હતા.










