NAVSARIVANSADA

જરૂરિયાતમંદ બાળકોના ચહેરા ૫૨ વાર તહેવારોમાં સ્મિત લાવો એ જ તહેવારની ખરી ઉજવણી છે.

વાત્સલ્યમ્  સમાચાર

પ્રિતેશ પટેલ વાંસદા

 

પી.આઇ. કિરણ પાડવીએ વધઈના જરૂરિયાતમંદ બાળકો સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી.
જરૂરિયાતમંદ બાળકોના ચહેરા ૫૨ વાર તહેવારોમાં સ્મિત લાવો એ જ તહેવારની ખરી ઉજવણી છે.
ઉનાઈ: વાંસદા તાલુકાના વાંસદા ગામના પાટા ફળિયાના વતની કિરણ પાડવી સામાન્ય વર્ગે માંથી આવે છે અને તેઓ જરૂરિયાતમંદ બાળકો સાથે પોતાના તહેવારો ઉજવાતાં જોવા મળે છે તહેવારોમાં પોતે તેઓ ખૂબ જ આનંદ અનુભવે છે દિવાળી, હોળી, અન્ય તહેવારોમાં જરૂરિયાતમંદ બાળકો વચ્ચે તહેવારો ઉજવતાં હોય છે. મક્ર૨સંક્રાતિ પર્વમાં સ્નાન અને દાનનું મહત્વ રહેલું છે. પ્રો. પી.આઇ. કિરણ પાડવી એ ડાંગ જિલ્લાના વધઈ તાલુકાના વધઈ ખાતે કોટવાળીયા વસાહતમાં રહેતાં બાળકોને પતંગ અને બિસ્કિટ વિતરણ કરીને એમના સાથે મકરસંક્રાંતિ (ઉત્તરાયણ) ની ઉજવણી હર્ષ અને ઉલ્લાસભેર કરી હતી. આ પ્રસંગે પી.આઇ. કિરણ પાડવી એ જણાવ્યું હતું કે તહેવારોમાં બીજાના ચહેરા પર સ્મિત લાવો એ જ તહેવારની ખરી ઉજવણી છે આ પ્રસંગે વિપુલ દેશમુખ, જીગ્રેશભાઈ, દિવ્યાંગભાઈ હાજર રહ્યા હતા. સમાજમાં એક સંદેશ આપવાનો પ્રયત્ન કરે છે કે સમાજના એવા સક્ષમ વર્ગના લોકો સમાજના એવા જરૂરિયાતમંદ વર્ગના બાળકો માટે તહેવારોમાં સહારો બને તે જરૂરી છે.

[wptube id="1252022"]
Back to top button