અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ટોરડા ગ્રુપ ગ્રામ પંચાયત માંથી જેતપુર ગ્રામ પંચાયતનું વિભાજન થતાં ગ્રામજનો માં ખુશીની લહેર
*”અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ટોરડા ગ્રુપ ગ્રામ પંચાયત માંથી જેતપુર ગ્રામ પંચાયતનું વિભાજન થતાં ગ્રામજનો માં ખુશીની લહેર”*
_________________________________
*આઝાદી ના 76 વર્ષ પછી જેતપુર ગામમાં એક ડામર વાળો રોડ અને એક પ્રાથમિક શાળા આવેલી છે.ગામમાં રાજકીય પક્ષના કાર્યકરો તેમજ સારી પોસ્ટ ધરવતા નાના મોટા અધિકારીઓ અને શિક્ષિત યુવા વર્ગ પણ છે.*
*ટોરડા ગ્રુપ ગ્રામ પંચાયત માંથી જેતપુર ગ્રામ પંચાયતનું વિભાજન કરવાનું સાહસ એક સામાન્ય સામાજિક કાર્યકર પ્રવીણભાઈ એમ.અસારી કે જેઓ પોતે કોઈ રાજકીય પક્ષ કે પંચાયતના કોઈ પણ હોદ્દા પર ન હોવા છતાં પંચાયતના નાના કર્મચારી થી મોડી ને છેક ગાંધીનગરના ટોપ કક્ષાના અધિકારીઓ જોડે તેઓના સારા વર્તન અને સબંધોને કારણે તેમજ તેઓની જોડે ટોરડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સોફિયાબેન ડામોર નાના થી માંડીને છેક મોટા તમામ અધિકારીઓ અને જેતપુર – સાયડી – નવો વસવાટના તમામ ગ્રામજનો ના સાથ અને સહકારથી આ પરિણામ મળ્યું છે. જેનો લાભ હમણાં અને આવનાર પેઢીને થવાનો છે*
*તેઓને પ્રેસ રિપોર્ટરના ટેલી ફોનિક વાત કરતા જણાવ્યું હતું કે હવે અમારા ગામના તમામ વિકાસ ના કામોની શરૂયાત થઈ જશે. સાથે સાથે આવનાર સમયમાં અમારી સરકાર જોડે અમારા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ પોલીસ સ્ટેશન જેવી અન્ય માંગણીઓ પણ અમો કરવાના છીએ. જેતપુર ગ્રામ પંચાયતનું વિભાજન થતાં જેતપુર – સાયડી – નવો વસવાટના ગ્રામ જનોમાં ખુશીની લહેર છે.*
જયંતિ પરમાર સાબરકાંઠા



