HALOLPANCHMAHAL

હાલોલ:દારુની ડીલીવરી આપવા આવેલી મહિલા પોલીસના હાથે ઝડપાઇ

તા.૧૨.જાન્યુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ડીલેવરી આપવા આવેલી દાહોદ જિલ્લાના મોટી ખરજ ગામની મહિલાઓ પૈકી એક મહિલા પોલીસના હાથે ઝડપાઈ જવા પામી હતી. પોલીસે ઝડપાયેલી મહિલા ની તપાસ કરતા 258 નંગ પ્લાસ્ટિકના ક્વાર્ટર અને 84 નંગ બિયર મળી આવ્યા હતા.જ્યારે એક મહિલા ભાગી છુટવામાં સફળ રહી હતી.ધોળે દહાડે શહેરના ભરચક વિસ્તાર માં પોલીસે મહિલા ને ઝડપી લેતા ફિલ્મી દ્રશ્યો પણ સર્જાયા હતા.એસટી બસમાં ભારતીય બનાવટ ના વિદેશી દારૂ ની હેરફેર થતી હોવાની ચોક્કસ બાતમીનાં આધારે હાલોલ ટાઉન પોલિસે તપાસ કરતા હાલોલ એસટી ડેપો માં ઉતરી ભારે થેલા સાથે વડોદરા તરફના માર્ગે વિદેશી દારૂ ની ડિલિવરી આપવા જતી મહિલાઓને રોકી તાપસ કરતા એક મહિલા થેલો નાખી ફરાર થઇ ગઇ હતી. જ્યારે અન્ય એક મહિલા થેલા સાથે ઝડપાઇ જતા એક તબક્કે હાલોલ શહેરના ભરચક વિસ્તાર માં ફિલ્મી દ્રશ્યો પણ સર્જાય હતા.જો કે થેલો ફેંકી નાસી ગયેલી મહિલાનો થેલો ઉઠાવી એક વાહન ચાલક પણ ફરાર થઇ જતા પોલીસ ના હાથે એક મહિલા અને દારૂ ભરેલો એક થેલો હાથ લાગ્યો હતો.પોલીસે મહિલા સાથે ના થેલા માં તપાસ કરતા તેમાંથી 258 નંગ ભારતીય બનાવટ ના વિદેશી દારૂના પ્લાસ્ટિક ક્વાર્ટર અને 84 નંગ બિયર તથા એક મોબાઈલ મળી 34 હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.જ્યારે આ મહિલા દ્વારા દારૂ નો જથ્થો કોને પહોંચાડવાનો હતો તે અંગે પોલીસે મહિલાની પૂછપરછ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button