HALOLPANCHMAHAL

હાલોલ:સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે શાકોત્સવની ઉજવણી કરાઇ

તા.૯.જાન્યુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના સંત કેશવ સ્વરૂપ દાસ મહારાજ તેમજ સંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં દિવ્ય શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કેશવ સ્વરૂપદાસ મહારાજ દ્વારા ભગવાન સ્વામીનારાયણ એ લોયાધામમાં દિવ્ય શાકોત્સવમાં ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે 18 મન ઘીમાં 80 મન રીંગણનો વઘાર કરીને શાક બનાવીને હરિભક્તોને હેત પૂર્વક શાક પીરસીને જમાડ્યા હતા જેની સ્મૃતિ સ્વરૂપે હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલા સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે મંદિર ખાતે વિક્રમદાસ મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મોટી સંખ્યામાં મંદિર પરિસર ખાતે હરિભક્તોએ સત્સંગ અને આરતીનો પણ લાભ લીધો હતો.

[wptube id="1252022"]
Back to top button