

શિનોર તાલુકાના સાધલી ગામે શ્રવણ સંસ્કાર વિદ્યાલય આવેલ છે. શ્રવણ સંસ્કાર વિદ્યાલય માં વિદ્યારથિનીઓને શિક્ષણ સાથે સંસ્કાર નું પણ સિંચન કરવામાં આવતું હોય છે.
જેમાં વિદ્યાર્થીઓ ના સર્વાંગી વિકાસ માટે સમયાંતરે વિવિધ રમત ગમત પ્રવત્તિઓ યોજવામાં આવતી હોય છે જેનાં ભાગ રૂપે આજરોજ શ્રવણ સંસ્કાર વિદ્યાલય સાધલી ખાતે રમતોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં સ્કૂલ નાં વિદ્યાર્થીઓ એ ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો.
જેમાં પ્રથમ તેમજ દ્વિતીય આવેલ વિદ્યાર્થીઓને શ્રવણ સંસ્કાર વિદ્યાલય પરિવાર તરફથી પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યા હતા.
ફૈઝ ખત્રી..શિનોર
[wptube id="1252022"]





