KALOL(Panchamahal)PANCHMAHAL

વહીવટી તંત્ર ના પાપે બોરૂ ટર્નિંગ ત્રિશંકુ રોડ ઉપર થી પસાર થતા કાતોલ નાં નવ યુવકનુ એસટી બસ ની ટક્કરે મોત

તારીખ ૭ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ નગર પાસેથી પસાર થતા બોરૂ ટર્નિંગ રોડ ઉપર અવરજવર નો રસ્તો ખાનગી માલિકીનો હોવાનો દાવો કરી ખાનગી માલિક દ્વારા રસ્તા ઉપર ફેન્સીંગ કરાવી દેતા કાલોલ થી બોરુ તરફ જવા માટે અને હાલોલ તરફથી બોરુ તરફ જવા માટે નો રસ્તો ત્રીશંકુ બની ગયો હોવાથી અકસ્માતનો ભય વધી ગયો છે જે બાબતે ગત નવેમ્બર મહિનામાં મીડીયા દ્રારા તંત્ર ની આંખો ઉઘાડવા નો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતું તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નહી કરાતા આજ રોજ શનીવારે કાતોલ ગામના આશાસ્પદ નવ યુવક સચીન રધુવિરસિંહ પરમાર ઊ. વ.૨૧ મોટર સાયકલ લઇને જતો હતો ત્યારે એસટી બસ નં જીજે ૧૮ ઝેડ ૮૦૪૭ નસવાડી થી અંબાજી તરફ જતા ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી મોટરસાયકલ ચાલક ને ટક્કર મારતા ધટના સ્થળે મોત નિપજયું છે વહીવટી તંત્ર દ્વારા મીડીયા નાં અહેવાલ ને નજર અંદાજ કરતા એક યુવાને જીંદગી ગુમાવી છે ત્યારે વર્ષો થી અવરજવર માટે નો રસ્તો ખાનગી માલિક દ્વારા કયા કાયદા હેઠળ બંધ કરી દેવામા આવ્યો તે તપાસ નો વિષય બની ગયો છે. આજ રીતે ચાલતુ રહ્યુ તો ભવિષ્યમાં વધારે જાનહાનિ થવાની શક્યતા નકારી શકાય નહીં વહીવટી તંત્ર ની આળશ ને કારણે વર્ષો નો અવરજવર નો રસ્તો બંધ થઈ જતા અકસ્માત સર્જાયો છે અને તેના કારણે હાલ પણ પરિસ્થિતિ યથાવત રહી છે ત્યારે કાલોલ મામલતદાર, માર્ગ મકાન વિભાગ અને એલ એન્ડ ટી ટીમ કયા પગલા ભરશે તેના ઉપર સૌની નજર છે. કાતોલ ગામના એકના એક યુવકનુ મોત થતા સમગ્ર પરિવાર શોકમાં ડૂબી ગયો છે યુવકની આગામી દિવસોમાં લગ્ન પ્રસંગ યોજાનાર હતો તેવી પરિથિતિમાં અચાનક અકસ્માત થતા સમગ્ર પરિવાર અને ગ્રામજનો શોક મા ડુબી ગયા છે.

[wptube id="1252022"]
Back to top button