ગઢ વિમળા વિદ્યાલય ના ડીએલએસએસ ના ખેલાડીઓ દ્વારા ગૃહ મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો

6 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર,સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ડીએલએસએસ વિમળા વિદ્યાલય ગઢ બનાસકાંઠામાં મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી એ હોસ્ટેલ, ભોજનશાળા, બોક્સિંગ હોલ , ટેબલ ટેનિસ હોલ , રમત ગમત ના મેદાન નું ઉદઘાટન કરી ખેલાડીઓ ને ભેટ આપી.ખેલાડીઓએ આ સુવિધાનો ભરપૂર ઉપયોગ કરી માત્ર છ માસ ના ટૂંકા સમય ગાળા માં રાજ્યકક્ષા અને રાષ્ટ્રીય કક્ષા એ 55 ગોલ્ડ મેડલ, 37 સિલ્વર મેડલ, 20 બ્રોન્ઝ મેડલ મળી કુલ 112 મેડલ મેળવ્યા ટ્રસ્ટ ના NRI પ્રમુખશ્રી કુમારભાઈ જવેરી અને સેક્રેટરી શ્રી કેતનભાઈ શાહ ના સૂચન થી મંત્રીશ્રી નો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો.જેમાં ગઢ વિમળા વિદ્યાલય ના ખેલાડીઓ અને dlss સ્ટાફ સર્વે સોમવારે ગાંધીનગર જઈ મંત્રી શ્રીહર્ષભાઈ સંઘવી ને રૂબરૂ મુલાકાત કરી મંત્રી શ્રી ના પ્રોત્સાહન ની ફળશ્રુતિ રૂપે જે મેડલ પ્રાપ્ત થયા છે તે બદલ કૌશલભાઈ, મનીષભાઈ ટ્રસ્ટી અને સંસ્થાના ડાયરેક્ટર ડો હસમુખભાઈ મોદી , એચઆર (Hr) મેનેજર પ્રવીણભાઈ જોશી એ સ્મૃતિ ચિન્હ અર્પણ કરી આભાર માન્યો હતો. મંત્રીશ્રી એ સર્વે ખેલાડીઓની મુલાકાત કરી અભિનંદન આપ્યા અને આગામી ઓલિમ્પિક માં મેડલ પ્રાપ્ત કરવા લક્ષાંક આપ્યો હતો ખેલાડીઓએ પણ ઉત્સાહ ભેર આ વાત ને વધાવી આ પળ નો અનેરો આનંદ માણ્યો હતો.



