HALOLPANCHMAHAL

યાત્રાધામ પાવાગઢ ખાતે વધારે પવનને લઇ રોપવે સેવા બંધ 

તા.૫.જાન્યુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગતજનની મા કાલિકા માતાજીના દર્શન કરવા અર્થે યાત્રિકો માટે ઉડન ખટોલા (રોપવે) ની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.જેમાં સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાન નો પારો ઘટી જતાં તેમજ ઠંડા પવન ફુંકાતો હોવાને લઈ યાત્રિકોની સલામતી અને સુરક્ષા ને લઈ રોપવે કંપની દ્વારા છેલ્લાં બે દિવસથી રોપવે સેવા બંધ કરવામાં આવી છે.રોપવે કંપની નાં ઉચ્ચ અધિકારી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે પવન નો વેદ એક કલાકના ૩૫ કિલોમીટર ની ઝડપ કરતાં ઓછો પવન ફૂકાતો હોય તો રોપવે સેવા ચાલુ રાખ્યે છે એ ઝડપ લિમિટ છે ૩૫ થી ૪૦ કિલોમીટર ની ઝડપે પવન ફુંકાતો હોય તો અમે ઓબ્ઝર્વેશન માં રાખ્યે છે પરંતુ તેનાથી વધારે ઝડપે પવન ફૂંકાતો હોય તો અમે રોપવે સેવા યાત્રિકોની સુરક્ષા ને લઇ બંધ કરી દેવામાં આવે છે.છેલ્લા બે દિવસથી વધુ પડતો પવન ફૂંકાતો હોવાથી રોપવે સેવા બંધ કરી હતી.હજુ આવતિકાલે ૬ જાન્યુઆરી અને શુક્રવાર નાં રોજ હવામાન ચકાસીસુ અને હવામાન બરાબર હશે તો જ રોપવે સેવા શરૂ કરીશું તેમ જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button