BHARUCHGUJARATNETRANG

નેત્રંગ ફિચવાડા ખાતે લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડયો અન્ય એક ફરાર…

નેત્રંગ પોલિસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂએ ક્યાંથી પ્રવેશ લીધો....?

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા- ૧૭/૦૬/૨૦૨૪

 

નેત્રંગ તાલુકાના ફીચવાડા ગામમાંથી વિદેશી દારૂ ઝડપાયો.. ભરૂચ એલસીબીએ સસરાને 90 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો જ્યારે બુટલેગર જમાઈને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી.

 

ભરૂચ એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એમ.એમ.રાઠોડ એલ.સી.બી. ભરૂચની ટીમ નેત્રંગ પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. જે દરમ્યાન બાતમીદારથી બાતમી હકીકત મળી કે, “ફિચવાડા ગામે રહેતો નરેશ કરણ વસાવા નાઓના સસરા સોમા કરમસીંગ વસાવાના ઘરની પાછળના ભાગે આવેલ અડાળીના અંદરના ભાગે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવી સંતાડેલ છે” જે બાતમી આધારે ફિચવાડા ગામમાં નરેશ કરણ વસાવાના સસરા સોમા કરમસીંગ વસાવાના ઘરે પ્રોહિ રેઇડ કરતા.

 

ઘરની પાછળ આવેલ અડાળીમાથી સંતાડી રાખેલ પ્રતિબંધીત ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નં.૯૦૦ જેની કિં.રૂ. ૯૦,૦૦૦/- નો મુદામાલ ઝડપી પાડી ઇંગ્લીશ પ્રોહી મુદામાલ મંગાવી સંતાડી રાખનાર નરેશ કરણ વસાવા રહે.પટેલ ફળીયુ ફિચવાડા તા. નેત્રંગ જી.ભરૂચ નાને વોન્ટેડ જાહેર કરી તથા તેના સસરા સોમા કરમસીંગ વસાવા રહે. હનુમાન ફળીયુ ફિચવાડા તા. નેત્રંગ જી.ભરૂચને પકડી લઇ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. નેત્રંગ પોલિસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂએ ક્યાંથી પ્રવેશ લીધોએ ચર્ચાનો વિષય.

[wptube id="1252022"]
Back to top button