
ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં આગમી ઈદ ના તેહવાર ને અનુલક્ષી ને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
આગામી બકરી ઈદના તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની મીટીંગનું આયોજન કરાયું
ઝધડીયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકે આગામી બકરી ઈદ ના તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું ઉમલ્લા પોલીસ મથકના પીએસઆઈ એ એન ચોધરી ની અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાયદો અને વ્યવસ્થા બાબતે ઉમલ્લા પોલીસ મથકના પીએસઆઇ એ એન.ચોધરી દ્વારા આગેવાનોને જરૂરી સુચનાઓ આપી હતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા જાહેર સુલેહ શાંતિ અને સલામતીનો માહોલ જળવાઈ રહે તે માટે દરેક ને ખાસ સૂચનાઓ આપવામાં આવી તહેવારોની ઉજવણી શાંતિમય માહોલમાં તેમજ કાયદામાં રહીને કરવાની ખાસ તાકિદ કરવામાં આવી હતી હતી આ બેઠકમાં ઉમલ્લા પોલીસ મથક વિસ્તારના મુસ્લિમ આગેવાનો એ હાજરી આપી હતી.
ઈરફાન ખત્રી
રાજપારડી