હાલોલ:વડાતળાવ અને રામેશરા ખાતે આવેલ નર્મદાની મુખ્ય કેનાલમા તંત્ર દ્વારા મોકડ્રિલ યોજાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૬.૬.૨૦૨૪
હાલોલ મામલતદારની આગેવાની આવનારા ચોમાસા દરમિયાન પાણીમાં ડૂબતા માણસને બચાવવા અંગે વડા તળાવ તેમજ રામેશરા નર્મદા કેનાલ ખાતે શનિવારના રોજ મોકડ્રિલ નું આયોજન કરી અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.આવનારા ચોમાસામાં પાણી ભરાય ત્યારે કોઈ વ્યક્તિ પાણીમાં તણાતો હોય તેવા સંજોગોમાં તણાતી વ્યક્તિ ને બચાવવા અર્થે મામલતદાર ની આગેવાની હેઠળ મામલતદાર કચેરી નો સ્ટાફ નગરપાલિકા ફાયર વિભાગ અને તાલુકા પંચાયત ના કર્મચારીઓ તેમજ સ્થાનિક ગ્રામ પંચાયત ને સાથે રાખી વડા તળાવ અને ત્યારબાદ રામેશરા ખાતે આવેલ નર્મદા ની મુખ્ય કેનાલમાં હાલોલ ફાયર વિભાગ દ્વારા પાણીમાં ડૂબતા માણસને બચાવવા માટે સફળ મોકડ્રિલ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો.આમ હાલોલ વહીવટી તંત્ર દ્વારા આગામી ચોમાસામાં આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજજ થતું હોવાનું જોવા મળી રહ્યું છે.










