કાલોલ મામલતદાર વિભાગ દ્વારા વ્યવસાયિક ઉપયોગ કરતા ઘરેલુ રાઘણ ગેસના ૧૪ બોટલ ઝડપી કાયદેસર કાર્યવાહી કરી.

તારીખ ૧૩/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
જીલ્લા પુરવઠા અધિકારીની સૂચના અને માર્ગદર્શન મુજબ કાલોલ મામલતદાર વાય જે પુવાર તેમજ પુરવઠા વિભાગની ટીમ દ્વારા મંગળવારે સાંજે કાલોલ તેમજ નજીકના વિસ્તાર માથી ઘરેલુ રાંધણ ગેસના બોટલ નો ઉપયોગ કરતા હોટલો, ડાઇનિંગ હોલ,ખાણી પીણીની લારીઓ મા આકસ્મીકચેકીંગ હાથ ધરવામાં આવેલ જે અંતર્ગત હાઇવે પર આવેલ હોટેલ,ડાઇનિંગ હોલ અને લારીઓ મા નિયમોનો ભંગ કરી ઘરેલુ રાંધણ ગેસ ના બોટલો નો ઉપયોગ કરતા તત્વો ઉપર કાર્યવાહી કરી ૧૪ ઘરેલુ રાંધણ ગેસ ના બોટલો કબજે કર્યા છે. મામલતદારની કાર્યવાહી ને કારણે કોમર્શિયલ બોટલ ને બદલે ઘરેલુ રાંધણ ગેસ વાપરતા વેપારીઓ મા ભારે ફફડાટ ફેલાયો છે. જોકે કોમર્શિયલ બોટલ વાપરતા એક પાણી પુરી ની લારી ના વેપારીનો રિલાયન્સ નો બોટલ પણ કબજે કરી લેવામાં આવ્યો હતો અને રિફિલિંગ નુ બીલ માગતા બીલ ન હોવાથી કબજે કર્યો હતો ખરી વાસ્તવિકતા કંઇક એવી છે કે રિલાયન્સ ના ગેસ રીફિલિંગ નુ કોઇ બિલ આપવામા આવતું નથી. તો વેપારી રિફિલીંગ નુ બિલ ક્યાંથી લાવે? અને બીલ સાચવ્યું ન હોય તો વેપારી ને ગુનેગાર માની લેવો કેટલા અંશે વાજબી ગણાય?










