MORBI:લોકસભા ચૂંટણીમાં જીતની હેટ્રીક લગાવનારા સાંસદ વિનોદભાઇ ચાવડાનો મોરબીમાં અભિવાદન સન્માન સમારોહ યોજાયો!

MORBI:લોકસભા ચૂંટણીમાં જીતની હેટ્રીક લગાવનારા સાંસદ વિનોદભાઇ ચાવડાનો મોરબીમાં અભિવાદન સન્માન સમારોહ યોજાયો!

મોરબી:કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાનો ત્રીજીવાર બહુમતીથી વિજય થયો તેમાં મોરબી માં વધુ લીડ મેળવી હતી જેને લઈને આજે અભિવાદન સમારોહ તથા કાર્યકર્તાઓનો આભાર દર્શનનો કાર્યક્રમ શનાળા રોડે આવેલ સ્કાય મોલ ખાતે યોજાયો હતો. જેમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ બાબતે વાત કરીએ તો
તાજેતરમાં લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે જેમાં કચ્છ મોરબી બેઠક ઉપરથી સતત ત્રીજી વખત સાંસદ તરીકે વિનોદભાઈ ચાવડા વિજેતા બન્યા છે ત્યારે લોકસભાની કચ્છ મોરબી બેઠકમાં આવતી સાત વિધાનસભા પૈકી સૌથી વધુ લીડ મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં મળી છે. જેથી આજે સવારે ૧૧ વાગ્યે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ ખાતે વિનોદભાઈ ચાવડાનો અભિવાદન સન્માન સમારોહ તથા કાર્યકર્તાઓનો આભાર દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં સાંસદ વિનોદ ચાવડા ઉપરાંત ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ, મોરબી શહેર ભાજપના પ્રમુખ સહિતના ભાજપના હોદેદારો, અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
જેમાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ સતત ત્રીજી વખત તેઓની જીત માટે કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને અને મોરબી માળીયાના વિકાસમાં ઘટતી કડીના કામ વહેલી તકે કરવાની ખાતરી આપી હતી. ત્યાર બાદ આગામી સમયમાં ચોમાસુ સક્રિય થવાનું છે તેને ધ્યાને રાખીને ચોમાસા પહેલા વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ થઈ શકે તે દિશામાં મોરબી માળિયા વિધાનસભા બેઠક તેમજ મોરબી જિલ્લાની અંદર કામગીરી કરવામાં આવે તેના માટેનું આયોજન થાય તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી તો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા એ પ્રાસંગિક સંબોધન કર્યું હતું અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

રીપોર્ટ શ્રીકાંત પટેલ-મોરબી