
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૧.૬.૨૦૨૪
ગોઘરાં તાલુકા ના એક ગામમાં થી પતિ અને સાસરીયાયે ચાર માસનું બાળક લઈ લીધું હતું .ત્યારે પરિણીતાના પરિવારજનો સાસરિયાંમાં ગયા હતા.પરંતુ તેમણે બાળક આપ્યું ન હતું. ત્યારે બે દિવસ સુધી માતા તેના બાળક વિના આક્રંદ કરતી હતી.આખરે અભયમ ટીમે માતાનું બાળક સાથે મિલન કરાવ્યું હતું.પીડિતાએ જણાવેલ વિગતો પ્રમાણે ધટનાની જાણ થતા અભયમ ટીમે પરિણીતાનું કાઉન્સિલીંગ કર્યું હતું.ત્યારે પરિણીતા એ જણાવ્યું હતું કે મારા લગ્નના આશરે પાંચેક વર્ષ થયાં છે અને પ્રેમ લગ્ન કર્યા છે. તેમજ ત્રણ સંતાનો પણ છે.શરૂઆતમાં ઘર સંસાર સારો ચાલ્યો હતો.થોડા સમય પછી પતિ અન્ય સ્ત્રીનાં સંબંઘનાં કારણે મારપીટ કરે.તેઓ અલગ રહેતાં હતાં.પછી તેને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા અને પરિણીતાને ઘરમાંથી રાત્રિ સમયે કાઢી મૂકવામાં આવ્યા હતાં.અને ચાર માસનું બાળક છીનવી લીધું હતું.પછી મહિલા તેના પિયરવાળા સાથે બાળકને લેવા ગયા પરંતુ બાળક આપ્યું ન હતું.ત્યારે આખરે પરિણીતાએ 181 મહિલા હેલ્પલાઇન નો સંપર્ક કર્યો હતો. અભયમ ટીમ તાત્કાલિક સાસરીમાં પહોંચી હતી.અને બને પક્ષોનું અસરકારતાથી કાઉન્સેલિંગ કરી.તેમના પતિને સમજાવી બાળકને માતાથી અલગ ન રાખી શકાય.એમ કહી સાસરિયા પક્ષ તથા તેના પતિને સમજાવેલ અને કાયદાકીય સમજ આપી હતી.ત્યારે તેના પતિએ રાજીખુશથી બાળકને તેની માતાને સોંપવામાં આવ્યું હતું.










