હાલોલ: કંજરી ગ્રામ પંચાયતના ગૌચરની જમીન માં કરવામાં આવેલ દબાણો ઉપર આજે વહીવટી તંત્ર એ બુલડોઝર ફેરવી દબાણો દુર કર્યા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૦.૬.૨૦૨૪
હાલોલ તાલુકાના કંજરી ગ્રામ પંચાયતના રેવન્યુ સર્વે નંબર ૧૫૯૫/૧ અને ૧૫૯૫/૩ માં સરકારી ગૌચર જમીન આવેલ છે.તે ગૌચર જમીન ઉપર કેટલાક લોકોએ ગેરકાયદેસર કાચા પાકા મકાનો બાંધી દેતા જાણે નગર વસ્યું હોય તેમ વહીવટી તંત્ર ને ધ્યાને આવતા હાલોલ તાલુકા વિકાસ અધિકારી,હાલોલ મામલતદાર તેમજ એમજીવીસીએલ ની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વહીવટી તંત્ર દ્વારા ગૌચર જમીન માં કાચા પાકા ૯૭ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.જોકે તે સમયે દબાણકર્તાઓએ ભારે ઓહાપો કર્યો હતો. અને અમે વર્ષોથી આ જગ્યા ઉપર રહીએ છે અને તે કાયદેસર છે તેમ કહી અવરોધ ઉભો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો જોકે વહીવટી તંત્ર પોલીસ થી સજ્જ થી કામગીરી હાથધરી હતી.કંજરી ગ્રામ પંચાયતના 100 વીંગા ગૌચર જમીન માં કેટલાક લોકોએ તે જમીન માં કાચા પાકા મકાનો બાંધી દબાણો કરવામાં આવ્યા હતા. અને તેમાં પણ ૯૭ જેટલા દબાણ કર્તાઓ એ વીજ કનેક્શન પણ મેળવી લીધા હતા.આ ગૌચર જમીન માં જાણે નગર વસ્યું હોય તેમ બની ગયું હતું. કેટલાક લોકોએ જમીનો આંતરી બહારના વેપારીઓને પધરાવી દઈ લાખો રૂપિયાની રોકડી પણ કરી લીધી હોવાની વહીવટી તંત્ર ને ધ્યાને આવતા તાલુકા રેવન્યુ પંચાયત વિભાગે દબાણ કર્તાઓ ત્રણ દિવસની તાકેદ નોટીસ આપી પોલીસને સાથે રાખી જેસીબી ટ્રેક્ટર તેમજ અન્ય સાધન સામગ્રી સાથે આજે તે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વવારા જાણવા મળેલી માહિતી મુજબ ગાયત્રી નગરના ૩૬૭ હાઉસિંગ બોર્ડના મકાનો આવેલા છે. જે સિવાયના તમામ બાંધકામો ગેરકાયદેસર હોવાથી આજે ૯૭ ગેરકાયેસર દબાણકર્તાઓને દબાણો દૂર કર્યા હોવાનું તલાટીએ લોકોને જણાવ્યું હતું. જોકે બીજી તરફ છેલ્લા ઘણા વર્ષોથી રહેતા લોકો એ જણાવ્યું હતું કે તેઓને સરકાર દ્વારા મળેલા આવાસોમાં તેઓ રહેતા હતા. તે અંગેના દસ્તાવેજો રજૂ કર્યા હોવા છતાં તેઓના મકાનો જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે.ગાયત્રી નગરમાં આવેલા બાપુનગરમાં ૨૪ જેટલા આવા બાંધકામો સરકારી હતા.જે પણ પાડી દેવામાં આવ્યા છે.ગૌચર જમીનમાં લોકોએ દબાણ કરી તેમાં કાચા પાકા મકાનો પણ બાંધી દીધા હતા. અને વીજ કનેક્શન પણ મેળવી લીધી હતા તો તેવા લોકોને વીજ કનેક્શન કયા આધાર પુરાવાથી મેળવ્યા હશે તે પણ એક તપાસ નો વિષય બન્યો છે.ગૌચર જમીનમાં એટલું મોટું દબાણ થાય અને તેમાં પાક્કા મકાનો બને ત્યાં સુધી વહીવટી તંત્ર ને ખબર પડી નહિ હોય તેવા અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે.










