GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

મધવાસ ખાતે પર પ્રાંતીય ઈસમને મકાન ભાડે આપી પોલીસને જાણ નહી કરનાર મકાન માલિક સામે એસઓજી પોલીસે કાર્યવાહી કરી

તારીખ ૧૦/૦૬/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

એસઓજી પોલીસ સ્ટેશન નો સ્ટાફ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે મધવાસ ગામ તરફ આવતા કેટલાક સમય પર પ્રાંતીય માણસોને ભાડેથી મકાન આપી સમય મર્યાદામાં પોલીસને જાણ કરતા નથી જે અંગેની કાર્યવાહી કરવાની થતી હોવાથી રિલાયન્સ પેટ્રોલ પંપની સામે એક મકાન પાસે ઉભેલ ઈસમની પૂછપરછ કરતા તે પોતે સંદીપ હરિશંકર મિશ્રા મુળ સાહપૂર બિહાર નો હોવાનુ અને હાલ સંજયકુમાર બળવંતસિંહ રાઠોડ ના મકાનમાં રૂ.૨૦૦૦/ ના માસિક ભાડેથી રહેતો હોવાનુ જણાવેલ મકાન ભાડે આપ્યા બાબતે કાલોલ પોલીસ સ્ટેશન મા કોઇ નોધ કરાવી નહોતી કે કોઇ આઈડી પ્રૂફ પણ લીધું નહોતું જેથી મકાનમાલિક સામે જાહેરનામા ભંગ બદલ ની કાર્યવાહી કરી કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.

[wptube id="1252022"]
Back to top button