થરામાં બનાસકાંઠા વાલ્મીકી સમાજ નવ તાલુકા આયોજીત ધો.૧૦/૧૨ ના તેજસ્વી તારલાઓનો પ્રથમ સન્માન સમારોહ યોજાયો

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ પંડિત દીનદયાળજી ઉપાધ્યાય સાંસ્કૃતિક હોલમાં આજરોજ તા.૦૯/૦૬/૨૦૨૪ ને રવિવારે સવારે ૯ કલાકે બનાસકાંઠા વાલ્મીકી સમાજ નવ તાલુકા આયોજીત ધોરણ ૧૦/૧૨ ના તેજસ્વી તારલાઓનો પ્રથમ સન્માન સમારોહ થરા સ્ટેટમાજી રાજવી એવમ થરા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં યોજાયો.દીપ પ્રાગટય કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ તેજસ્વી તરલાઓમાં અરવિંદભાઈ આર.વાલ્મીકી લોદરાણી ધો.૧૨ માં ૭૬.૪૨ %, સોનલબેન એસ. મજિયાતર બલોધર ધો.૧૨ માં ૭૫.૨૮ %, ચાંદનીબેન એમ. રાઠોડ જાખેલ ધો.૧૨ માં ૭૨.૫૭ %, ચૌહાણ જયાબેન જયેશભાઈ થરા ધો.૧૨ માં ૬૩ %, ભાવેશભાઈ બી. મેજિયાતર રામપુર ધો.૧૦ માં ૯૪.૧૬ %, જિગનાબેન જે. વાલ્મીકી બલોચપુર ધો.૧૦ માં ૯૧ %, પુજાબેન એમ.ઘટાડ રણાવાડા ધો.૧૦ માં ૮૪.८% એમ ટોટલ ૨૦ તેજસ્વી તરલાઓને બનાસકાંઠા વાલ્મીકી સમાજ નવ તાલુકા દ્વારા દાતા ઠક્કર અચરતલાલ શિવરામભાઈ પરિવારના નિરંજનભાઈ ઠક્કર તથા અતુલભાઈ શાહના વરદ હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવેલ.આ પ્રસંગને દીપવવા વાલ્મિકી ચેરીટેબલ ટ્રસ્ટ થરાના પ્રમુખ મંગળભાઈ રાઠોડ, ઉપ પ્રમુખ બળવંતભાઈ સી. મેમદાવાદિયા,નટવરભાઈ એમ. ઘટાડ શિહોરી,મહામંત્રી ચમનભાઈ ડી.મકવાણા રાણકપુર,મંત્રી બાલાભાઈ શિક્ષક
તાંતિયાણાં,ખજાનચી રમેશભાઈ એમ.કંબોયા થરા,સહમંત્રી ચેનાભાઈ સમેચા કસલપુરા સહિત વાલ્મીકી સમાજ નવ તાલુકાના કાર્યકરોએ અથાગ મહેનત કરી હતી.ભોજન દાતા અમરતભાઈ વિ.આલ (દેસાઈ) રાજપુર તરફથી આપવામાં આવેલ ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા




