
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૭.૬.૨૦૨૪
પાવાગઢ મહાકાળી માતાજી ના દર્શને આવેલા છોટાઉદેપુર જિલ્લાના એક બાઇક ચાલકે પાવાગઢ ઘોઘંબા રોડ ઉપર વડાતળાવ પાસે આવેલા સુરા ગામ નજીક એક વૃદ્ધ ને અડફેટે લેતા વૃદ્ધ સહિત બાઇક ઉપર સવાર ત્રણ ને ગંભીર ઇજાઓ પહોચતા તમામ ને સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ઇજાગ્રસ્ત વૃદ્ધનું મોત નીપજ્યું હતું.છોટાઉદેપુર જિલ્લાના ખોડવાણિયા ગામના વિજય ધનકાભાઈ રાઠવા તેના કાકા ની દીકરી શિલ્પા હરસિંગભાઈ રાઠવા અને અન્ય એક ભાંડીભીત ની યુવતી મનીષા જગદીશભાઈ રાઠવા સાથે બાઇક લઈ પાવાગઢ મહાકાળી માતાજી ના દર્શને આવ્યા હતા. સાંજે તેઓ પાવાગઢ થી ઘોઘંબા તરફ ના રસ્તે છોટાઉદેપુર જઈ રહ્યા હતા ત્યારે વડાતળાવ નજીક સુરા ગામે તેઓની બાઈકે એક વૃદ્ધ ને અડફેટે લેતા વૃદ્ધ સહિત બાઇક ઉપર સવાર ત્રણે રોડ ઉપર ઢસડાયા હતા.વૃદ્ધ બોડેલી ગામના વાલા ભાઈ જીવાભાઈ ચારણ હતા, જેઓ સુરા ગામે રહેતા તેમના સંબંધી ની ખબર અંતર જાણવા આવ્યા હતા અને તેઓ પરત બોડેલી જવા નીકળ્યા હતા અને છગડા માં બેસવા જતા હતા ત્યારે રોડ ઉપર બાઇક ની અડફેટે આવી ગયા હતા.અકસ્માત બાદ તમામ ઇજગ્રસ્તો ને સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.










