હાલોલ બસ્ટેન્ડ પાસે આઇશર ટેમ્પો ચાલકે આગળ ચાલતા સ્કૂટર ને અડફેટમાં લેતા સ્કૂટર પર સવાર યુવક યુવતી નું મોત

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૭.૬.૨૦૨૪
હાલોલ ડી માર્ટ માં નોકરી કરતો યુવાન તેના સ્કૂટર ઉપર તેની સાથે કામકરતી યુવતી સાથે રાત્રે દસેક વાગ્યા ના સમયગાળા દરમ્યાન નોકરી પતાવી બસસ્ટેન્ડ થી બોમ્બે હાઉસ પાવાગઢ રોડ તરફ નાસ્તો કરવા જતા હતા. ત્યારે એમ.એસ.હાઈસ્કૂલ નજીક પાછળ આવતી આઇસર ટેમ્પોના ચાલકે અડફેટમાં લેતા સર્જાયેલ અકસ્માત માં સ્કૂટર ચાલક તથા તેની પાછળ બેઠેલ યુવતી બંનેનું મોત નીપજ્યું હતું.આઇસર ટેમ્પોના ચાલક અકસ્માત સર્જી ટેમ્પો ઘટના સ્થળે મૂકી ભાગી છૂટ્યો હતો.પોલીસે અકસ્માત નો ગુનો નોંધી તપાસ હાથધરી છે.મૂળ હાલોલ તાલુકાના નાની રણભેટ ગામ ના અને હાલ હાલોલ ખાતે તેની માતા સાથે રહી હાલોલ માં આવેલ ડી માર્ટમાં નોકરી કરી ગુજરાન ચલાવતો જીજ્ઞેશકુમાર અરવિંદભાઈ બારીયા ઉ.વ.22 ના ઓ તેમની સાથે નોકરી કરતી સેજલબેન રાજેન્દ્રભાઇ મકવાણા ઉ.વ.24 મૂળ રહે મોકળ તા.કાલોલ હાલ હાલોલ ના ઓ ગત 6 જૂન ના રોજ રાત્રે 10 વાગ્યાના સમય ગાળા દરમ્યાન ડી માર્ટ માંથી પાવાગઢ રોડ બોમ્બે હાઉસ તરફ નાસ્તો કરવા જીગ્નેશ ના સ્કૂટર ઉપર જતા હતા.દરમ્યાન એમ.એસ. હાઈસ્કૂલ પાસેથી પસાર થતા હતા ત્યારે પાછળ થી આવતી આઇસર ટેમ્પોના ચાલકે ટેમ્પાને પૂર ઝડપે અને ગફલત ભર્યું હંકારતા આગળ સ્કૂટર પર જતા જીજ્ઞેશ તેમજ સેજલ ને હડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો.જેને લઇ જીજ્ઞેશ અને સેજલ રોડ ઉપર ફંગોળાઈ જતા બંને ને ગંભીર ઈજાઓ થઇ હતી અકસ્માત થતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને બંને ઈજાગ્રસ્ત ને હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પર ના તબીબે જીજ્ઞેશ ને મૃત જાહેર કર્યો હતો, જયારે સેજલ ને વધારે ઈજાઓ હોવાથી તેને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવી હતી.જોકે વડોદરા એસએસજી ખાતે પોંહચતા ફરજ પણ તબીબે સેજલ ને પણ મૃત જાહેર કરી હતી. બનાવ ને પગલે હાલોલ ટાઉન પોલીસે અકસ્માત સર્જી ટેમ્પો ઘટના સ્થળે મૂકી ભાગી ચાલાક સામે અકસ્માત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.










