BHUJKUTCH

ભુજની સિવિલ હોસ્પિટલમાં લોહીની અછત વચ્ચે ગાર્ડ બન્યા ગાર્ડિયન

તા. ૦૬/૦૬/૨૦૨૪

સ્ટોરી : બિમલ માંકડ – પ્રતીક જોશી

ચૂંટણી, લગ્નગાળો અને ગરમીના કારણે હાલ જિલ્લાની બ્લડબેનકોમાં લોહીની ભારે અછત સર્જાઈ છે. આસાનીથી મલનાર બ્લડગૃપ પણ ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તેવામાં ભુજની સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા બે ગાર્ડે રક્તદાન કરી આમુલ જીવન બચાવવાની ફરજ પણ નિભાવી હતી.

ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખાનગી સિક્યુરિટી એજન્સીમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ પાઠક અને મમુભાઈ રબારીએ જરૂરીયાતમંદ દર્દીઓ માટે એક ક્ષણનો વિચાર કર્યા વિના રક્તદાન કર્યું હતું. સામાન્યરીતે હોસ્પિટલમાં પ્રવેશ મુદ્દે ગાર્ડ અને દર્દીઓના સગાઓ વચ્ચે બોલચાલ થતી રહે છે પરંતુ અરવિંદભાઈ અને મામુભાઈએ પોતાનું સામાજિક દાયિત્વ નિભાવી સૌના દિલ જીતી લીધા છે. અરવિંદભાઈ અને મમુભાઈએ વધુમાં વધુ લોકો આ કપરા સમયમાં રક્તદાન કરે તે માટે અપીલ કરી છે.

[wptube id="1252022"]
Back to top button