સિદ્ધિવિનાયક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કેશોદ ના હજરા હજૂર દુંદાળા દેવ ગણેશ જી નો આજરોજ પાટોત્સવ ઉજવાયો હતો
સિદ્ધિવિનાયક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કેશોદ ના હજરા હજૂર દુંદાળા દેવ ગણેશ જી નો આજરોજ પાટોત્સવ ઉજવાયો હતો

જૂનાગઢ જિલ્લા ના કેશોદ ખાતે સિદ્ધિ વિનાયક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પુરા વર્ષ દરમ્યાન અવનવા કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે ત્યારે આજરોજ ભગવાન સિદ્ધિ વિનાયક દુંદાળા દેવ શ્રી ગણેશ જી નો પંદર માં પાટોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું જેમાં વહેલી સવાર થીજ હોમ હવન ,મહા આરતી તેમજ ભગવાન શ્રી ગણેશજી ના ભક્ત જનો માટે મહા પ્રસાદ નું ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું જેમાં બહોળી સંખ્યા માં ભક્તો એ આરતી ,દર્શન, અને મહા પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી . કેશોદ ખાતે ભગવાન શ્રી સિદ્ધિ વિનાયક દુંદાળા દેવ શ્રી ગણેશ જી નું મંદિર પ્રસ્થાપિત થયું ત્યારે થી જ ભક્તો માં અનેરો ઉત્સાહ સાથે મંદિર ખાતે વર્ષ દરમ્યાન ઘણાજ કાર્યક્રમો કરવામાં આવે છે અને લોકો પણ ખુબજ હોંશે હોંશે ભાગ લેતા જોવા મળી રહ્યા છે ખાસ તો ગણેશ ઉત્સવ દરમ્યાન તો તમામ જગ્યાઓ પર ગણેશજી ની આરાધના થતી હોય છે અને નક્કી કરેલા દિવસો બાદ ગણેશજી ને વિદાય અપાય છે પરંતુ અહીંયા ગણેશ જી ની દસ દિવસ દરમ્યાન લોકો પૂજન અર્ચન અને ખાસ તો રોજ લોકો એ ન વિચાર્યું હોય તેવા બાળકો ને લગતા,મોટા ને લગતા,લેડીઝ ને લગતા અલગ પ્રોગ્રામો રાખવામાં આવે છે આજરોજ ના આ પંદર માં પાટોત્સવ ના અલૌકિક પ્રસંગ માં ભક્તો એ તન.મન.ધન થી સહકાર આપનાર તમામ ભક્તજનો નો સિદ્ધિ વિનાયક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંતઃકરણ પૂર્વક આભાર માન્યો હતો.અને આ કાર્યક્રમ દરમ્યાન અંદાજીત 4500 થી પણ વધુ ભક્તો એ મહા પ્રસાદ નો લાભ લીધેલ હતો
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ