કાલોલ પોલીસે દોલતપુરા ગામે લિસ્ટેડ બુટલેગર ના ઘરે રેડ કરી દારુ બિયરના 369 બોટલ ઝડપી પાડ્યા

તારીખ ૦૩/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ ને ખાનગી રાહે બાતમી મળેલ કે કાલોલ તાલુકાના દોલતપુરા ગામે રહેતા લિસ્ટેડ પ્રોહીબિશન બુટલેગર દિલીપસિંહ દિલો સામંતસિંહ રાઠોડ તેનાકના મકાનમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી છૂટક વેચાણ કરે છે જે આધારે પોલીસે તેના ઘરમાં રેડ કરતા તે ઘરે હાજર મળી આવેલ નહીં પોલીસે તેના ખુલ્લા ઘરમાં તપાસ કરતા ઘરના ખૂણા માંથી જુદા જુદા મીનીયા થેલામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જુદી જુદી બ્રાન્ડના દારૂ ના બોટલ અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ ની ગણતરી કરતા દારૂ ના કાચના અને પ્લાસ્ટિકના ૩૫૧ બોટલ તેમજ ૫૦૦ મીલી. બીયરના ૧૮ ટીન કુલ મળીને ૩૬૯ બોટલ જેની કુલ કિંમત ૪૪,૬૪૫/ ગણી પ્રતિબંધિત વિસ્તારમાં પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો જથ્થો વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે સંતાડી રાખવા બદલ કાલોલ પોલીસ મથકે પ્રોહી એક્ટ મુજબ દાખલ કર્યો અને પીએસઆઈ સી બી બરંડા એ હાજર નહિ મળેલ બુટલેગર ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.










